સંસદમાં શિયાળું સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં સુરક્ષા ચૂક મામલે વિપક્ષી સાંસદો આક્રામક દેખાઈ રહ્યા હતા. સુરક્ષા ચૂક મામલે વિપક્ષી સાંસદોએ સંસદમાં હોબાળો કર્યો હતો જેને લઈ 140થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ઈતિહાસમાં પહેલી વખત એક સાથે આટલા બધા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિપક્ષી સાંસદોનું કહેવું છે કે સરકાર વિપક્ષને ખતમ કરવા માગે છે. એક તરફ આ સસ્પેન્શનનો વિરોધ સાંસદો કરી રહ્યા છે પરંતુ બીજી તરફ રાજ્યસભાના સભાપતિ જનદીપ ધનખડની સાંસદે મિમિક્રી કરી હતી તેને લઈ રાજકારણ ગરમાઈ રહ્યું છે. વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે આજે વિપક્ષી સાંસદોએ રેલીનું આયોજન કર્યું હતું. સંસદ ભવનથી વિજય ચોક સુધી કૂચ વિપક્ષી સાંસદોએ કાઢી.
સંસદની કાર્યવાહી દરમિયાન સાંસદો કરતા હોય છે હોબાળો
દેશમાં લાગુ થતા કાયદાઓ સંસદમાં પસાર થાય છે. જ્યારે બિલ રજૂ થાય છે ત્યારે વિપક્ષી સાંસદો પ્રશ્ન પૂછતા હોય છે, તેનો વિરોધ કરતા હોય છે જેને લઈ હંગામો થાય છે. જ્યારે સંસદની કાર્યવાહી થતી હોય છે ત્યારે અનેક વખત સાંસદો દ્વારા હોબાળો કરવામાં આવતો હોય છે. અનેક એવા વીડિયો આપણે જોયા હશે જેમાં સાંસદો વિરોધ કરે છે અને સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવે છે. શિયાળા સત્ર દરમિયાન પણ અનેક વખત એવા વિપક્ષી સાંસદો દ્વારા વિરોધ કરવામાં આવે છે અને કાર્યવાહી સ્થગિત થાય છે.
140થી વધુ સાંસદોને સંસદમાંથી કરાયા છે સસ્પેન્ડ
ત્યારે હમણા સંસદમાં શિયાળું સત્ર ચાલી રહ્યું છે ત્યારે સંસદમાં થયેલા સુરક્ષા ચૂક મામલે વિપક્ષી સાંસદો આક્રામક દેખાઈ રહ્યા છે. સદનમાં ભારે હોબાળો થયો જેને કારણે 140થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આ વાતનો વિરોધ વિપક્ષી સાંસદો દ્વારા કરવામાં આવી રહ્યો છે. સસ્પેન્શનના વિરોધમાં આજે સાંસદોએ સંસદ ભવનથી વિજય ચોક સુધી કૂચ કરી હતી. આ કૂચમાં અનેક સાંસદો જોડાયા હતા.
કૂચ કરી રહેલા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે....
કૂચમાં અનેક વિપક્ષી સાંસદો જોડાયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આજે અમે જે દેખાવ કરી રહ્યા છીએ તે તેમની વિરૂદ્ધ આંદોલન છે. સરકાર અને ગૃહના વડા નથી ઈચ્છતા કે સદન ચાલે. મહત્વનું છે કે સંસદમાં થયેલી સુરક્ષા ચૂકને લઈ વિપક્ષી સાંસદો આક્રામક દેખાઈ રહ્યા છે.