આપણો આખો દેશ આજે દુ:ખમાં છે કારણકે ભારતે આજે એક મેડલ ગુમાવ્યો છે.. સમાચાર ઓલિમ્પિકના છે જેમાં વિનેશ ફોગાટને ઓલિમ્પિક સ્પર્ધામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. એટલા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા કારણ કે તે 50 કિલો વજન જાળવી શક્યા નહીં.
ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા આપવામાં આવી માહિતી
પેરિસમાં હાલ ઓલિમ્પિક ચાલી રહી છે. કોને ગર્વ ના થાય જ્યારે આપણા દેશની દીકરી ઓલિમ્પિકમાં મેડલ જીતે.. પણ અફસોસ કે વિનેશ ફોગાટને ઓલિમ્પિક સ્પર્ધામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. કારણ કે તે માત્ર ફાઈનલમાંથી બહાર જ નથી થયા, પરંતુ મેડલથી પણ વંચિત રહી ગયા છે. આ અંગેની માહિતી ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા જાહેર કરવામાં આવી છે.
100 ગ્રામ વધુ વજન હોવાને કારણે થયા ડિસ્કવોલિફાય
એસોસિએશનનું કહેવું છે કે વિનેશ ફોગાટ બુધવારે સવારે ગોલ્ડ મેડલ માટેની ફાઈનલ મેચ પહેલા 50 કિલો વજન જાળવી શક્યા નહીં. વિનેશ ઓલિમ્પિકમાં 50 kg વજનની કેટેગરીમાં રમી રહ્યા હતા. વિનેશનું વજન નિર્ધારિત ધોરણ કરતા 100 ગ્રામ વધુ હતું. સ્પર્ધાના નિયમો અનુસાર, વિનેશ સિલ્વર મેડલ માટે પણ લાયક રહેશે નહીં.
આની પહેલા આ કેટેગરીમાં રમતા હતા પરંતુ હતા પરંતુ પહેલી વખત!
જોકે વિનેશને મંગળવારે રાત્રે જ આ વાતની જાણ થઈ હતી. જે પછી તે આખી રાત ઊંઘયા નહીં અને પોતાનું વજન નિર્ધારિત કેટેગરીમાં લાવવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા પણ એ નિષ્ફળ રહ્યા. અત્યાર સુધી તે 53 કિગ્રા વજન વર્ગમાં લડતા હતા આ પ્રથમ વખત છે જ્યારે તે 50 કિગ્રા સ્પર્ધામાં રમી રહ્યા હતા આજે જ 10 વાગ્યે વિનેશની ગોલ્ડ મેડલ માટે અમેરિકન રેસલર સારાહ એન હિલ્ડરબ્રાન્ડ સાથે ફાઇનલ મેચ થવાની હતી. જે પહેલા જ આ સમાચાર આવી ગયા.
પીએમ મોદીએ આ મામલે કર્યું ટ્વિટ
આ સમાચાર બાદ પીએમ મોદીએ ટ્વીટ કર્યું જેમાં તેમેણે લખ્યું કે વિનેશ, તમે ચેમ્પિયન વચ્ચે ચેમ્પિયન છે! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો.આજનો આંચકો દુઃખ આપે છે. હું ઈચ્છું છું કે શબ્દો નિરાશાની લાગણી વ્યક્ત કરી શકે જે હું અનુભવી રહ્યો છું. તે જ સમયે, હું જાણું છું કે તમે સ્થિતિસ્થાપકતાનું પ્રતીક છો. પડકારોનો સામનો કરવાનો હંમેશા તમારો સ્વભાવ રહ્યો છે. મજબૂતાયથી પાછા આવો! મહત્વનું છે કે આ મુદ્દે સંસદમાં પણ હોબાળો થયો. આ મુદ્દો ઉઠ્યો. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..