Paris Olympic - ભારતીય હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ, PM Modiએ ટીમ સાથે કરી વાત, ખેલાડીઓ ખુશ થઈ ગયા જ્યારે..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-09 13:01:47

ઓલિમ્પિકમાં ગઈકાલે જબરજસ્ત ખેલ થયા. રાત્રે મોડા સુધી આખો દેશ નીરજ ચોપરાની ગેમ જોવા માટે જાગ્યું પણ એ જ સમયે જ્યારે ભારતની હોકી ટીમને મળી રહેલું મેડલ અને મનમાં ચાલતું ગીત ચક દે ઑ ચક દે ઈન્ડિયા ફીલિંગ જ કઈક અલગ હતી.. 

ભારતીય કેપ્ટન હરમનપ્રીતે ગોલકીપર પીઆર શ્રીજેશને ખભા પર ઊંચક્યો હતો.


ભારતીય હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ 

ભારતીય હોકી ટીમે સતત બીજો ઓલિમ્પિક મેડલ જીત્યો છે. ભારતીય ટીમે પેરિસ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને 2-1થી હરાવ્યું. આ જીત એટલા માટે પણ ખાસ હતી, કારણ કે ભારતે 1972થી સતત બે ઓલિમ્પિક ગેમ્સમાં હોકી મેડલ જીત્યા છે. આવી સ્થિતિમાં આ જીત બાદ ભારતીય ટીમનું સેલિબ્રેશન પણ ખાસ હતું. અને જીત બાદ ટીમના ખેલાડીઓ સાથે પ્રધાનમંત્રીએ જે વાત કરી એ પણ ખાસ હતી. 

મેચ જીત્યા બાદ ભારતીય ગોલકીપર પીઆર શ્રીજેશ મેદાન પર સૂઈ ગયો અને અન્ય ખેલાડીઓ તેના પર ચઢી ગયા.


ભારતે સ્પેનની ટીમને હરાવી!

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમને ફોન કરીને અભિનંદન પાઠવ્યા અને હળવા અંદાજમાં એ લોકો સાથે વાત કરી. હરમન સાથે વાત શરૂ કરતાં જ તેમણે કહ્યું કે સરપંચ સાબ અને બધા હસવા લાગ્યા. ટીમની જીત બાદ ટીમે સેલિબ્રેશન કર્યું હતું ભારતે સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે જ ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતનો આ 13મો મેડલ છે. ભારતીય ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશે છેલ્લા ક્વાર્ટરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 




જ્યારે ખેલાડીઓને મેડલ પહેરાવી રહ્યા હતા ત્યારે.. 

તેણે છેલ્લી ઘડીમાં બે ગોલ બચાવીને ભારતીય ટીમની જીત પર મહોર લગાવી અને એટલે જ જ્યારે ખેલાડીઓને મેડલ પહેરાવી રહ્યા હતા ત્યારે બધા ખેલાડીઓએ મેડલ પીઆર શ્રીજેશે અર્પણ કર્યા તો હવે ફિંગર્સ ક્રોસ કે આગળ પણ ઓલિમ્પિકમાં ભારત શાનદાર પ્રદર્શન કરે. તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?