આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્ય સભાના સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ શનિવારે અમૃતસરના સુવર્ણ મંદિરમાં મંદિરમાં માથું ટેકવ્યું હતું. યુગલ લગ્ન પહેલા આશીર્વાદ લેવા સુવર્ણ મંદિર પહોંચ્યું હતું. હવે આ કપલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને ગુરુદ્વારામાં સેવા કરતા જોવા મળી રહ્યા છે. પરિણીતી અને રાઘવ એકસાથે વાસણ ધોતા જોવા મળે છે. આવો અમે તમને આ વીડિયો પણ બતાવીએ.
#WATCH | Punjab: Aam Aadmi Party (AAP) MP Raghav Chadha & Actress Parineeti Chopra arrive at Shri Harmandir Sahib to pay obeisance. pic.twitter.com/aAFn91HCM3
— ANI (@ANI) July 1, 2023
ફેન્સે પરિણીતીની કરી પ્રશંસા
#WATCH | Punjab: Aam Aadmi Party (AAP) MP Raghav Chadha & Actress Parineeti Chopra arrive at Shri Harmandir Sahib to pay obeisance. pic.twitter.com/aAFn91HCM3
— ANI (@ANI) July 1, 2023સુવર્ણ મંદિરમાંથી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનો વીડિયો સામે આવ્યો છે. માથું ટેકવ્યું તે પહેલાં, રાઘવ ચઢ્ઢા અને પરિણીતીએ લંગરમાં સેવા આપી અને પીરસ્યું અને શ્રધ્ધાળુંઓના એંઠા વાસણો ધોયા હતા. સોશિયલ મીડિયા પર ફેન્સ પરિણીતી ચોપરાનો વીડિયો જોઈને તેના વખાણ કરી રહ્યા છે.
રાઘવ ચઢ્ઢાએ પણ ટ્વિટ કર્યું
રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પરિણીતી સાથેની આ તસવીરો શેર કરી છે. તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે, "પવિત્ર ભજન અને શાંતિ વચ્ચે, મેં મારી આંખો બંધ કરી, માથું ટેકવ્યું અને પ્રાર્થના કરી. મારી સાથે પરિણીતી ચોપરાનું હોવું વધુ ખાસ હતું. અમૃતસરમાં સચખંડ શ્રી હરમંદિર સાહિબ જીમાં આશીર્વાદ મેળવીને આજે ધન્યતા અનુભવી".