રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા ઉજ્જૈન મહાકાલ મંદિરમાં ચપ્પલ પહેરીને પહોંચ્યા, સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા


  • Published By :
  • Published Date : 2023-08-27 15:25:39

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ શનિવારે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંનેએ મંદિરના નંદી હોલમાં બેસીને ભગવાન શિવની પૂજા કરી અને બાબા મહાકાલના આશીર્વાદ લીધા. મંદિરના પૂજારી યશ ગુરુએ મંત્રોચ્ચાર સાથે પૂજાનું સંચાલન કર્યું હતું. જો કે આ યુગલ મંદિરમાં ચપ્પલ પહેરીને જતા હોય તેવો વીડિયો વાયરલ થતા હાલ તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.


સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે ટ્રોલ 


પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લગ્ન પહેલા ભોલે બાબાના દર્શન કરવા ઉજ્જૈન મહાકાલ મંદિર પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર બંનેના ઘણા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને લોકો બંનેની નિંદા કરી રહ્યા છે. વાસ્તવમાં, એક વીડિયો સામે આવ્યો છે જેમાં બંનેને ચપ્પલ પહેરીને મંદિર પરિસરમાં ફરતા જોવા મળી રહ્યા છે, જે લોકોને બિલકુલ પસંદ નથી આવ્યું.  તેમણે એક મોટી ભૂલ કરી અને મંદિરના પગથિયા ઉપરની બાજુ પણ ચપ્પલ પહેરીને ફરતા જોવા મળ્યા હતા. જેના લોકો વિરોધ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ થઇ રહ્યો છે.યુઝર્સ કહી રહ્યાં છે કે, તેમને હિંદુ મંદિરમાં ચપ્પલ સાથે પ્રવેશ કેમ મળ્યો, મંદિર પરિસરમાં ચપ્પલ પહેરવાની મંજૂરી નથી.  


25 સપ્ટેમ્બરે લગ્ન ગ્રંથીથી જોડાશે


પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. આ કપલ 25 સપ્ટેમ્બરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. બંનેના ભવ્ય લગ્ન રાજસ્થાનમાં થશે. બંનેના પરિવારે  લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. લગ્ન બાદ ગુરુગ્રામમાં વેડિંગ રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે મે મહિનામાં દિલ્હીમાં બંનેની સગાઈનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકારણીઓ અને અભિનેતાઓ સહિત અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિણીતી લગ્ન પહેલા તેની ફિલ્મ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યુનું શૂટિંગ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?