બોલિવુડ અભિનેતા પરેશ રાવલને વલસાડમાં એક ચૂંટણીસભામાં બફાટ કરવો ભારે પડી રહ્યો છે. બંગાળીઓ માટે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાને લઈ પરેશ રાવલે ટ્વીટર પર માફી માંગી હોવા છતાં પણ તેમની મુશ્કેલી વધી રહી છે. આજે કોલકાતા પોલીસે મંગળવારે અભિનેતા-રાજકારણી પરેશ રાવલને તેમની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ નોટિસ ફટકારી છે. આજે 12 ડિસેમ્બરે આપેલી આ નોટિસમાં તેમને પોલીસ સમક્ષ હાજર થવાનું જણાવવામાં આવ્યું છે. CPI (M)ના નેતા અને પશ્ચિમ બંગાળના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમની ફરિયાદ બાદ પોલીસે રાવલ સામે તેમની ટિપ્પણીને લઈ ગુનો નોંધ્યો છે, તેમણે પરેશ રાવલ પર “હુલ્લડ માટે ઉશ્કેરવા” અને “બંગાળી સમુદાય અને સમગ્ર દેશમાં અન્ય સમુદાયો વચ્ચે સંવાદિતા નષ્ટ કરવા માટે ભાષણ આપવાનો આરોપ મુક્યો છે."
West Bengal | BJP leader & Actor Paresh Rawal has been summoned on 12th Dec by Kolkata Police in Taltala PS for his "cook fish for Bengalis" remark.
CPI(M) leader Md Salim has lodged a police complaint at Taltala PS of Kolkata against Paresh Rawal's comment.
(File Pic) pic.twitter.com/s5VVMUKawU
— ANI (@ANI) December 6, 2022
CPI (M)ના નેતાએ પોલીસ ફરીયાદ કરી
West Bengal | BJP leader & Actor Paresh Rawal has been summoned on 12th Dec by Kolkata Police in Taltala PS for his "cook fish for Bengalis" remark.
CPI(M) leader Md Salim has lodged a police complaint at Taltala PS of Kolkata against Paresh Rawal's comment.
(File Pic) pic.twitter.com/s5VVMUKawU
CPI (M)ના નેતા સલીમે 1 ડિસેમ્બરના રોજ તાલતાલા પોલીસ સ્ટેશનમાં રાવલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા પછી, ભારતીય દંડ સંહિતાની કલમ 153 (હુલ્લડો કરાવવાના ઈરાદાથી ઉશ્કેરણીજનક ભાષણ), 153A (જે કોઈ પણ ઈરાદાપૂર્વક અથવા અનિચ્છનીય રીતે કોઈ હુલ્લડ કરાવવા અથવા ઉશ્કેરવા), 153B (અભિયોગ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો. , રાષ્ટ્રીય એકતા માટે પ્રતિકૂળ નિવેદનો), અને કલમ 504 (શાંતિ ભંગને ઉશ્કેરવાના ઉદ્દેશ્ય સાથે ઇરાદાપૂર્વકનું હિત) અને 505 (બદઈરાદાના ઉદ્દેશ્ય સાથે અથવા જેનું કારણ બની શકે છે) મુજબ ફરિયાદ નોંધાઈ છે.
પરેશ રાવલે શું ભાષણ કર્યું હતું?
ગુજરાતના વલસાડમાં એક રેલીમાં ભાષણ આપતા પરેશ રાવલે કહ્યું હતું કે, “ગેસ સિલિન્ડર મોંઘા છે, પરંતુ તેની કિંમત ઓછી થશે. લોકોને રોજગારી પણ મળશે. પરંતુ જો રોહિંગ્યા સ્થળાંતર કરનારાઓ અને બાંગ્લાદેશીઓ દિલ્હીની જેમ તમારી આસપાસ રહેવા લાગે તો શું થશે? તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે માછલી રાંધશો?" જો કે પરેશ રાવલે તેમનું ભાષણ વાયરલ થયા બાદ અને તેની ટીકા થયા બાદ માફી માંગી હતી.