Paresh Dhananiએ મોંઘવારીની વાત કરવા લીધો પાણીપુરીનો સહારો! પાણીપુરીને લઈ લીધું પહેલા આટલામાં આટલી મળતી અને હવે..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-30 16:41:10

રાજકોટ લોકસભા સીટ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહી છે... કોઈ વખત પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન માટે તો કોઈ વખત ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા પોસ્ટ કરવામાં આવતી કવિતાઓને કારણે.... જનતા વચ્ચે જ્યારે ઉમેદવાર જાય છે ત્યારે અલગ મુદ્દાઓને લઈ જાય છે.. ગુજરાતની રાજનીતિમાં અનેક શબ્દોની એન્ટ્રી થઈ ગઈ છે.. પરેશ ધાનાણી હવે પાણીપુરી શબ્દને લઈ આવ્યા છે..    

પરેશ ધાનાણીએ અનેક વખત આપ્યા છે નિવેદન

દેશમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. મતદાતાઓને રિઝવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે... રાજકોટ લોકસભા બેઠક ગુજરાતમાં ચર્ચાઈ રહી છે.. પોતાના ભાષણ દરમિયાન પરેશ ધાનાણીએ અનેક શબ્દોનો ઉપયોગ કર્યો છે.. પટેલ અને બાપુઓને હરખ પદુડા કહ્યાં હતા. રાજકોટના મરછા નગરમાં યોજાયેલ સભામાં ધાનાણીએ વર્ષ 1995નું ઉદાહરણ આપી કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર નાબુદ કરવા આપણે ભાજપનું બી વાવ્યું. પટેલિયાવ અને બાપુએ હરખ પદુડા થઈ દરરોજ ભાજપના બીને 10 ડોલ પાણી પાયું છે. 


પ્રચારમાં હવે લિપસ્ટિક અને પાણીપુરીની એન્ટ્રી

વર્ષ 2015માં અમને ખ્યાલ આવ્યો તો વાહા ફાટી ગયા, બધા સમાજનો વારો આવી ગયો, બાપુ બચ્યા હતા તો હવે ઝપટે ચડ્યા. લાગે છે કે રાજકોટ બેઠક રોજ કોઈને કોઈ બાબતને લઈને ચર્ચામાં રહેવાની છે. જ્યાં સુધી ચૂંટણી પૂરી નહી થાય ત્યાં સુધી રંગીલા રાજકોટમાં રાજકીય ઉહાપોહ મચેલો જ રહેશે તેવું કહીએ તો અતિશયોક્તિ નહી હોય. એવામાં હવે રાજકોટના ચૂંટણી પ્રચારમાં તો મહિલાઓની લિપસ્ટિક અને પાણીપુરી પણ આવી છે...


રાજકોટની પ્રજાને લુભાવવા માટે લેવાયો આ સહારો

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી હંમેશા તેમના આગવા અંદાજમાં રહેતા હોય છે... લોકો વચ્ચે જવાની તેમની સ્ટાઈલ અતરંગી હોય છે. હાલમાં તેઓ ગોવાળિયાના વેશમાં ચૂંટણી પ્રચારમા આવ્યા હતા. ત્યારે હવે તેમણે રાજકોટની પ્રજાને લુભાવવા માટે પાણીપુરીનો સહારો લીધો છે. રાજકોટ લોકસભામાં પ્રચાર દરમિયાન પરેશ ધાનાણીએ મહિલાઓ સામે મોંઘવારીનો મુદ્દો ઉઠાવવા પાણીપુરી અને મેકઅપનો ઉપયોગ કર્યો. 



પરેશ ધાનાણીએ મહિલાઓને પૂછ્યું કે... 

પરેશ ધાનાણીએ મહિલાઓને કહ્યું, પહેલા 10 રૂપિયાની 10 પાણીપુરી આવતી હતી, હવે 20 રૂપિયાની 6 જ આવે છે. મોંઘવારી એટલી છે કે મહિલાઓ હવે કટકી પણ નહિ કરી શકતી હોય. મહિલાઓ પાવડર લિપસ્ટિક લેવા તો જતી જ હશે. મેં પ્રચાર દરમિયાન પૂછ્યું એક બેનને કે આ લિપસ્ટિક કેટલાની. તો કહે કે, 10 રૂપિયાની. પહેલા કેટલાની આવતી તો કહે 6 રૂપિયાની. બંગડી કેટલાની 20 રૂપિયાની.પહેલા 6 રૂપિયાની આવતી. 


પરેશ ધાનાણીએ લોકોને કરી આ અપીલ!

દિલ્હી મોકલેલા તમારા ભાઈએ લિપસ્ટિક અને પાણીપુરીના ભાવ મોંઘા કરી દીધા છે. તો ક્રિકેટની ભાષામાં પણ પ્રચાર કર્યો અને નવાગામમાં આવેલ ખોડલધામ રેસિડેન્સીમાં જાહેરસભામાં એવું કહ્યું કે, 'અમારા સાહેબ દોઢ મહિનાથી ટેસ્ટ રમતા હતા, સ્કોર ન થયો જેથી મારા ભાગે 20-20 રમવાની આવી. રાજકોટ પ્રીમિયર લીગમાં રમવા તો આવ્યો છું પણ બધાને ન મળી શકાયું હોઈ તો હાથે જ ફિલ્ડિંગ ગોઠવી લેજો. અડોશી પાડોશી અને સગા સબંધીઓને 10-10 ફોન કરી મતદાન કરવા અપીલ કરી. 



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...