Paresh Dhananiએ ફરી કરી કવિતા શેર. ક્ષત્રાણીઓને કરી આ અપીલ, જાણો શું લખ્યું કવિતામાં?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-05 18:41:07

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે રાજકોટ લોકસભા બેઠક પરથી પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. આ વિવાદને શાંત કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ ખાતે બેઠકનું આયોજન પણ થયું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. વિવાદ શાંત થશે તેવું લાગતું હતું પરંતુ તે વિવાદ શાંત થવાની બદલીમાં વધારે ઉગ્ર બની રહ્યો છે તેવું લાગે છે.. અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં ક્ષત્રાણીઓ દ્વારા જૌહરની વાત કરવામાં આવી છે. તે વીડિયોને પોસ્ટ કરી કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ એક ટ્વિટ કરી છે જેમાં તે મહિલાઓને શાંત રહેવા માટે અપીલ કરી રહ્યા છે. 


પરેશ ધાનાણીએ કવિતા શેર કરી

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કવિતા ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અનેક  રાજનેતાઓ દ્વારા કવિતા પોસ્ટ કરવામાં આવી રહી છે જેમાં કટાક્ષ કરવામાં આવતો હોય. ભારતીય જનતા પાર્ટીના, કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કવિતા રૂપી કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. એકબીજા પર પાર્ટી પ્રહાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે પરેશ ધાનાણીએ ફરી એક વખત કવિતા ટ્વિટ કરી છે. આ વખતે કવિતામાં કટાક્ષ નહીં પરંતુ એક વિનંતી પરેશ ધાનાણીએ કરી છે તેવું લાગે છે...



ટ્વિટર પર પરેશ ધાનાણીએ કવિતા શેર કરી છે જેમાં તેમણે લખ્યું છે


 ""હૈ શક્તિ, તમે શાંત રહેજો.. ""

જ્યારે જ્યારે રાજ ના દરબારમાં.

દેવી દ્રૌપદી ના "દામન" દુભાય છે,


ત્યારે ત્યારે હંમેશા મહાભારતના 

યુદ્ધો થાય છે...!


અઢારેય વર્ણ, હવે એક સુર થઈએ

બેન-દીકરીઓની લાજ બચાવીએ,


નવા 'મહાભારત' પર રોક લગાવીએ

આપણા 'ભારત'ને મહાન બનાવીએ... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?