Paresh Dhananiની અંદર રહેલો કવિ ફરી જાગ્યો! રાજકોટનું રણમેદાન ટાઈટલ સાથે અનેક કવિતાઓ શેર કરતા લખ્યું...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-19 15:42:05

રાજનેતાઓની અંદર રહેલો કવિ છેલ્લા ઘણા સમયથી જાગી ગયો છે. સોશિયલ મીડિયા પર છેલ્લા અનેક દિવસોથી કવિતા ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે... રાજનેતા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કવિતાઓ શેર કરે છે.. પરેશ ધાનાણી સોશિયલ મીડિયા પર અનેક કવિતાઓ શેર કરી રહ્યા છે જેમાં લખેલું હોય છે રાજકોટનું રણમેદાન...  ત્યારે આજે રાજકોટ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત અનેક કવિતાઓ શેર કરી છે...

રાજકોટમાં ચાલતા વિવાદને લઈ ધાનાણીની કવિતા

રાજકોટ લોકસભા બેઠક પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ચર્ચામાં તો છે પરંતુ પરેશ ધાનાણીને કારણે પણ ચર્ચામાં છે... પરષોત્તમ રૂપાલાએ 16 તારીખે નામાંકન ભર્યું જ્યારે આજે પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી છે... પરેશ ધાનાણી છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી રહ્યા છે.. હાલ ચાલી રહેલા વિવાદને લઈ આડકતરી રીતે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હોય તેવું લાગે છે... પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. 

રાજકોટનું રણમેદાનના ટાઈટલ સાથે શેર કરી અનેક કવિતા

નામાંકન નોંધાવા જ્યારે પરેશ ધાનાણી ગયા ત્યારે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા... ભાજપને લઈ તેમણે અનેક નિશાન સાધ્યા હતા. સોશિયલ મીડિયા પર આજે ફરી એક વખત અનેક કવિતાઓ શેર કરી છે અને ટાઈટલ આપ્યું છે રાજકોટનું રણમેદાન.. એક  કવિતામાં તેમણે લખ્યું છે કે 

રાજકોટનું રણમેદાન 


આજે સ્વાભિમાન યુદ્ધનો

શંખનાદ કરવ આવ્યો છું


આધુનિક અંગ્રેજોના ત્રાસથી 

રાષ્ટ્રને મુક્ત કરાવવા આવ્યો છું


ખરા રામ રાજ્યની પુન:

સ્થાપના કરવા આવ્યો છું...


તે સિવાય બીજી એક કવિતા તેમણે શેર કરી છે જેમાં તેમણે લખ્યું કે 


""રાજકોટનુ રણમેદાન""


હું સાંસદ નહી, સાથી બનવા આવ્યો છુ,

સંવિધાનની સુરક્ષા કાજે આવ્યો છુ,

સૌને પ્રેમના તાંતણે બાંધવા આવ્યો છુ,

વિકાસની પરિભાષા બદલવા આવ્યો છુ,

સદભાવનો દિપ પ્રગટાવવા આવ્યો છુ,

સમાનતાનો ભાવ જગાડવા આવ્યો છુ.!


   

તે ઉપરાંત 

""રાજકોટનુ રણમેદાન""


અધર્મીઓના વિનાશને નોતરવા આવ્યો છુ

લોક મતના મુલ્યને બચાવવા આવ્યો છુ

દિકરીઓના દામને દાગ ભુંસવા આવ્યો છુ

સતાના અહંકારને ઓગાળવા આવ્યો છુ

સરદારનો અસલી વારસો સાચવવા આવ્યો છું


તે સિવાય વધુ એક કવિતા શેર કરી છે જેમાં તેમણે લખ્યું કે


""રાજકોટનુ રણમેદાન""


ભારતના ભવિષ્યની કેડી કંડારવા આવ્યો છુ

સર્વાંગી વિકાસનુ સ્વપ્ન લઈને આવ્યો છુ

ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવા આવ્યો છુ

કર આતંકવાદથી વેપારને બચાવવા આવ્યો છુ

નાના ધંધાને ફરી ધમધમતા કરવા આવ્યો છુ

વિનાશકારી વ્યવસ્થાને રોકવા આવ્યો છુ

 

અને છેલ્લે પોસ્ટમાં લખ્યું કે...


"રાજકોટનુ રણમેદાન"


રાજકોટના હૃદયને જીતવા આવ્યો છુ

ડરની દીવાલને તોડવા આવ્યો છુ

બંધારણીય અધિકાર બચાવવા આવ્યો છુ

અહંકારી માછલીની આંખ વિંધવા આવ્યો છુ

ડ્રગ્સના દુષણથી યુવાની બચાવવા આવ્યો છુ

શિક્ષણ- સ્વાસ્થ્ય સુવિધા સુધારવા આવ્યો છુ

જન સ્વાભિમાનને સલામ કરવા આવ્યો છુ.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?