રાજકોટ લોકસભા બેઠક એ ગુજરાતની રાજનીતિનું એપીસેન્ટર બની ગયું છે.. એક તરફ પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે તો બીજી તરફ પરેશ ધાનાણી પોતાના નિવેદનને કારણે, કવિતાને કારણે ચર્ચામાં રહે છે... પરેશ ધાનાણી જે સભાને સંબોધતા હોય છે તેનો વીડિયો પણ વાયરલ થતા હોય છે.. ત્યારે પ્રચારનો એક વીડિયો સામે આ્યો છે જે જસદણનો છે.. વીડિયોમાં તે કહેતા દેખાઈ રહ્યા છે કે કેટલી લીડ કાઢવાના છે જસદણ વાળા? સામેથી જવાબ આવે છે અને પછી તે કહે છે કે આટલો વીડિયો કાપીને મારા કાકાને મોકલી દેજો..
રાજકોટની બેઠક પર થાય છે અનેક ચર્ચા!
ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે... મતદાન પહેલા મતદારોને આકર્ષવા માટે નેતાઓ દ્વારા નવા નવા રસ્તા અપનાવવામાં આવી રહ્યા છે... સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ ઉમેદવારો દ્વારા તેમજ પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે... ગુજરાતની 26 બેઠકોમાંથી અનેક બેઠકો એવી છે જેની ચર્ચા થતી રહેતી હોય છે... ત્યારે આવી જ એક બેઠક છે રાજકોટ લોકસભા બેઠક.. ચૂંટણીના મુદ્દામાં તે મધ્યસ્થાનમાં હતી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી..
રાજકોટની બેઠક કોણ જીતશે?
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત પરેશ ધાનાણીને ઉતારવામાં આવ્યા છે ચૂંટણી મેદાનમાં.. પરેશ ધાનાણી અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે તેમના નિવેદનને કારણે અને તેમની કવિતાને કારણે ત્યારે ફરી એક નિવેદન તેમનું વાયરલ થઈ રહ્યું છે જેમાં તે લીડની વાત કરી રહ્યા છે. જસદણ ખાતે આયોજીત એક કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું હતું કે કેટલી લીડ કાઢવાના છે જસદણ વાળા? સામેથી જવાબ આવે છે અને પછી તે કહે છે કે આટલો વીડિયો કાપીને મારા કાકાને મોકલી દેજો.. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે જોવું રહ્યું કે રાજકોટની જનતા કોને વોટ આપી સાંસદ સભ્ય બનાવે છે..