વેકેશનની સુખદ પળો માણવા માટે શનિવારે લોકો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા.. ત્યાં હાજર લોકોને ખબર નહીં હોય કે ત્યાં આટલી મોટી દુર્ઘટના સર્જાશે અને તે દિવસ તેમના જીવનનો અંતિમ દિવસ પૂરવાર થશે... 99 રૂપિયાની ટિકીટ રાખવામાં આવી જેને લઈ મોટી સંખ્યામાં લોકો ત્યાં આવ્યા હતા ગેમ ઝોનની મજા લેવા... 28 જેટલા લોકોના મોત આ દુર્ઘટનામાં થયા છે.. સુરતની તક્ષશિલા હત્યાકાંડને સર્જાયે પાંચ વર્ષ થયા પરંતુ પરિસ્થિતિ નથી બદલાઈ..
તક્ષશિલા હત્યાકાંડને અનેક વર્ષો વિત્યા પરંતુ..
રાજકોટ પહોંચેલી જમાવટની ટીમે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સાથે આ દુર્ઘટના મામલે વાત કરી હતી. ટીમ સાથે વાત કરતા પરેશ ધાનાણીએ ઈજાગ્રસ્ત થયેલા લોકો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી. તેમણે વાતચીત દરમિયાન કહ્યું હતું કે આ રાજકોટનો ગેમ ઝોન ડેથ ઝોનમાં પરિવર્તિત થયો એ પહેલી ઘટના નથી.. આપણે સૌ એના સાક્ષી છીએ કે પાંચ વર્ષના વહાણા વહી ગયા, સુરતમાં તક્ષશિલા કાંડની અંદર 22 જેટલા ભૂલ્કાઓ આગની વચ્ચે બચાવો બચાવોની ચિચિયારીઓ પાડતા તા, એ બાળકોને બચાવવા માટેની સિડી ના ચાલી.. 22 ભૂલ્કાઓને ગુમાવવા પડ્યા.. આપણે સૌએ ઘટનાના સાક્ષી છીએ..
પરેશ ધાનાણી સાથે કરી જમાવટની ટીમે વાત
તે સિવાય પરેશ ધાનાણીએ વડોદરા હરણી લેક બોટ કાંડને યાદ કર્યો હતો.. શાળામાંથી પ્રવાસે ગયેલા ભૂલ્કાઓ બચાવ્વો બચાવ્વોની ચિચિયારીઓ વચ્ચે ડૂબી રહ્યા હતા.. તે સિવાય ગેમ ઝોનના સંચાલકો મુદ્દે પણ તેઓ બોલ્યા.. મહત્વનું છે આ કેસ મામલે નવી નવી અપડેટો સામે આવી છે. એફઆઈઆર કરવામાં આવી છે અને ધરપકડ પણ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.. હાઈકોર્ટમાં આજે રવિવારના દિવસે સુઓમોટો દાખલ કરાઈ હતી.. આ મામલે સુનાવણી થઈ હતી.
થોડા દિવસો પૂરતી કાર્યવાહી થાય છે પરંતુ...
જ્યારે આવી દુર્ઘટનાઓ સર્જાય છે ત્યારે મૃત્યુના આંકડા બદલાય, જગ્યા બદલાય છે, ઘટના બદલાય છે પરંતુ નથી બદલાતી તો સિસ્ટમ.. દુર્ઘટના બાદ એસઆઈટીની રચના કરવામાં આવે છે, તપાસ થાય છે કહેવા પૂરતી કાર્યવાહી થાય છે પરંતુ કંઈ વધારે ફરક નથી પડતો.. થોડા દિવસો બાદ આવી ઘટનાઓ ભૂલાઈ જતી હોય છે, જે કડકાઈથી પગલા થોડા દિવસો દરમિયાન લેવાય છે તે કેમ પછી નથી લેવાતા? જો સાચી રીતે, કડકાઈ સાથે તપાસ કરવામાં આવે તો આવી દુર્ઘટનાઓ થતા આપણે રોકી શકતા હોઈશું..