પરેશ ધાનાણીએ અમરેલી સીટ માટે મહાદેવની પૂજા કર્યા બાદ ઉમેદવારી ફોર્મ ભર્યું


  • Published By :
  • Published Date : 2022-11-14 13:58:42


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ઉમેદવારો હવે ઉમેદવારી ફોર્મ ફરવા માટે કલેક્ટર કચેરીએ પહોંચી રહ્યા છે. પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ભાજપ, આપ અને કોંગ્રેસના નેતાઓએ આજે ફોર્મ ભર્યા હતા. જેમ કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના લોકપ્રિય નેતા અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ આજે તેમનું ફોર્મ ભર્યું હતું. પરેશ ધાનાણી એક્ટિવા પર ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા. તેમણે નાગનાથ મહાદેવના દર્શન કરી અહીં ખાસ પૂજન અર્ચન કર્યા હતા. 


પરેશ ધાનાણીએ અમરેલી સીટ માટે ફોર્મ ભર્યું


પરેશ ધાનાણી અમરેલી સીટ પરથી કોંગ્રેસની ટિકિટ પર સતત 2 ટર્મથી ચૂંટાઈ રહ્યા છે. જો કે પરેશ ધાનાણીએ તેમની જીતને લઈ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરેશ ધાનાણીએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેમના પત્ની સાથે નાગનાથ મહાદેવના મંદિરે પહોંચી ફૂલોનો અભિષેક કરી ખાસ પૂજન અર્ચન કર્યું હતું. 


અમરેલી સીટ પર ત્રિપાંખિયો જંગ


અમરેલી બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ છે. ભાજપના ઉમેદવાર કૌશિક વેકરિયા સામે પરેશ ધાનાણીની પહેલીવાર ટક્કર થવા જઈ રહી છે. ત્યારે હવે સતત બે ટર્મથી ભાજપ આ બેઠકને જીતવા મથામણ કરી રહ્યું છે. ત્યારે કૌશિક વેકરિયાની એન્ટ્રી પાર્ટીને કેટલી ફળશે એ જોવા જેવું રહ્યું. વળી પરેશ ધાનાણીની વાત કરીએ તો તેઓ ભાજપના દિગ્ગજ નેતાઓ એવા પરસોત્તમ રૂપાલા, દીલીપ સાંઘાણી અને બાવકુ ઉંઘાડને પરાજીત કરી ચૂક્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે ત્યારે મતોનું વિભાજન કરશે. આ મતોની અસર કયા પક્ષ પર પડશે તે મતદારો નક્કી કરશે અને પરિણામમાં તેની અસર જોવા મળશે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...