સરકાર એક તરફ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ચલાવી રહી છે. તો બીજી તરફ રાજસ્થાનના બિકાનેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં સરકારી નોકરી જતી ન રહે તે માટે માતા-પિતાએ દીકરીને કેનાલમાં ફેંકી દીધી છે. કોન્ટ્રેક્ટ પર મળેલી સરકારી નોકરી બચાવવા માટે માતા-પિતાએ આ પગલું ભર્યું છે. અંશિકા ઉર્ફે અંશુની હત્યા કરનાર માતા-પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે.
સરકારી નોકરી ન જાય તે માટે પુત્રીની કરી હત્યા
આ આઘાત જનક ઘટના બિકાનેરના છત્તરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. એક દંપતીએ પોતાની સરકારી નોકરી ન જાય તે માટે 5 મહિનાની દીકરીને નહેરમાં ફેંકી દીધી હતી. ઝંવરલાલ ચાંદસર ગામમાં શાળા સહાયક તરીકે કોન્ટ્રેક્ટ પર કામ કરે છે.
પોલીસે માતા-પિતાની કરી ધરપકડ
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ ઘટનામાં બાળકની માતા પણ સામેલ હતી. આ ઘટનાના પ્રત્યક્ષદર્શીએ પોલીસને જણાવ્યું હતું કે એક મહિલા અને પુરુષ બાઈક પર આવ્યા હતા. કેનાલ પાસે આવતાં જ તેઓએ બાળકીને કલ્વર્ટ ઉપરથી નીચે ફેંકી દીધી હતી. બાળકીને ફેંક્યા બાદ કોઈએ પાછું વળીને જોયું પણ નહીં. ઉપરાંત બાઈકની સ્પીડ વધારીને જતા રહ્યા. બાળકીને બચાવવા અનેક યુવકો નીચે કૂદયા. બાળકીને બહાર કાઢી પરંતુ ત્યાં સુધી તેનું મોત થઈ ગયું હતું.