રોટલી પર 5% જ્યારે પરાઠા પર 18% GST લાગશે, ગુજરાત AARએ આપ્યું આ કારણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 13:52:37

થોડા દિવસ પહેલા પાપડ પર GSTને લઈ વિવાદ સર્જાયો હતો. હવે પરાઠાના મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ (AAR)ની ગુજરાત બેંચે પરાઠા પર 18 ટકા  GST લાગશે તેવો ચુકાદો સંભળાવ્યો છે. 


પરાઠા પર 18% GST, રોટલી પર માત્ર 5%


અત્રે ઉલ્લેખનિય છે કે રોટલી 5 ટકા  GST સ્લેબમાં આવે છે. પરંતું પરાઠા  18 ટકાના સ્લેબમાં આવે છે. જેના કારણે નવો વિવાદ સર્જાયો છે. ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAR)ની ગુજરાત બેંચે એ સ્પષ્ટ કર્યું કે રેડી ટુ કુક પરાઠા પર 18 ટકાના રેટથી GST લાગશે. ગુજરાત એપેલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ (AAAR)એ જણાવ્યું છે કે પરાઠા સાદી રોટલી કરતાં અલગ હોવાથી પરાઠા પર લગાવવામાં આવેલો 18 ટકા જીએસટી યોગ્ય છે.


અરજદાર વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝની દલીલ શું હતી?


બ્રાન્ડેડ પરાઠા બનાવતી ગુજરાતની જાણીતી કંપની વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝે દલીલ કરી હતી કે તમામ પ્રકારના પરાઠા, ખાખરા પર રોટલીની જેમ જ 5 ટકા GST લગાવવો જોઈએ. કેમ કે રોટલી અને પરાઠામાં બહું સામ્યતા છે. વળી પરાઠાને બનાવવાની પ્રક્રિયાથી માંડીને તેના ઉપયોગ કરવાની પ્રોસેસ બિલકુલ એક સમાન જ છે. પોતાની દલીલને મજબુત બનાવવા માટે વાડીલાલે અનેક સંદર્ભગ્રંથો, શબ્દકોશ અને વિકિપીડિયાથી ‘પરાઠા ’ શબ્દની પરિભાષા આપી પણ આપી હતી.


ગુજરાત AARએ શું ચુકાદો સંભળાવ્યો?


વાડીલાલની દલીલો સાંભળ્યા પછી, ગુજરાત AARએ કહ્યું કે ખાખરા, સાદી રોટલી રાંધવામાં આવી હશે અને તેને ખાવા માટે ફરીથી રાંધવાની જરૂર નથી, અને તે ખાવા માટે તૈયાર હોય છે. બીજી તરફ, કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા 'પરાઠા' માત્ર તેમનાથી અલગ નથી, પરંતુ તેને ખાદ્ય બનાવવા માટે વધુ પ્રક્રિયાની જરૂર પડે છે. મતલબ કે રોટલી ખાવા માટે તૈયાર (Ready To Eat) છે, જ્યારે પરાઠા રાંધવા માટે તૈયાર (Ready To Cook) છે.



ઓથોરિટીએ કહ્યું કે વાડીલાલે તેના પેકેટ પર લખેલી સૂચનાઓમાં લખ્યું છે કે તેને 3 થી 4 મિનિટ સુધી મધ્યમ આંચ પર ગરમ કરો. ઉપરાંત, પરાઠાને ગરમ કરતી વખતે તેમાં તેલ અથવા માખણ નાખો જેથી તે વધુ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને. ઓથોરિટીએ લોટની રચનાના આધારે રોટલી અને પરાઠા વચ્ચેનો તફાવત પણ સ્પષ્ટ કર્યો છે. પરાઠામાં લોટની માત્રા 36 થી 62 ટકા સુધી હોય છે. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ કર્ણાટક ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAR) એ પણ પરાઠા પર 18% GST લગાવવાનો ચુકાદો આપ્યો હતો.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...