પરષોત્તમ રૂપાલા વિવાદ : Gandhinagarમાં મળી હતી ભાજપ અને સંકલન સમિતિની બેઠક, બેઠક પછી Karansinh Chavdaએ સાંભળો શું આપી પ્રતિક્રિયા?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-16 11:41:51

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદની ચર્ચાઓ થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ રાજકોટ બેઠક માટે પરષોત્તમ રૂપાલાના નામની જાહેરાત કરી હતી. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું જે બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે ગઈકાલે ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળી હતી.આ બેઠક પણ નિષ્ફળ સાબિત થઈ હોય તેવું લાગે છે કારણ કે ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યો છે...

ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. અનેક વખત વિવાદ શાંત કરવા માટે બેઠકનું આયોજન થયું જેમાં ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર હતા. રવિવારે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર હતા. તે બધાની એક જ માગ હતી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે... પરષોત્તમ રૂપાલા સામેનો વિરોધ ધીરે ધીરે ભાજપના વિરોધમાં પરિવર્તિત થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. 


ગાંધીનગર ખાતે મળી હતી ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક 

આ બધા વચ્ચે ગઈકાલે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું આ વિવાદનો સુખદ અંત આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ બાદ ગઈકાલે મોડી રાત્રે સરકારના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી જેમાં આ વિવાદનો અંત લાવવા માટે ચર્ચા થઈ હોય તેવી માહિતી સામે આવી છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને મોડી રાત્રે સંકલન સમિતીના આગેવાનો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ , સી.આર.પાટીલ સહિતના ભાજપના ક્ષત્રિય નેતાઓ હાજર હતા તેવી માહિતી સામે આવી છે. 



બેઠક બાદ ક્ષત્રિય સમાજના આગેવાનોએ આપી પ્રતિક્રિયા

આ બેઠક પર સૌ કોઈની નજર રહેલી હતી, વિવાદ શાંત થાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાયો હતો બેઠક બાદ. બેઠક પૂર્ણ થતાં રાજપૂત સંકલન સમિતિના આગેવાનોની પ્રતિક્રિયા સામે આવી હતી. પ્રતિક્રિયા આપતા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આજે રાજપૂત સંકલન સમિતિની બેઠક મળી હતી. પાર્ટ-2 બાબતે રણનીતિ નક્કી કરવાની હતી. અમારા કેટલાક આગેવાનોને સરકાર મળવા માગે છે તેવા આમંત્રણના ફોન આવ્યા હતા. આજે મુખ્યમંત્રીને મળવા આવ્યા હતા. અમે બધી રજૂઆત કરી છે. ક્ષત્રિય સમાજની એક જ માગ છે કે, રૂપાલાની ટિકીટ રદ્દ કરો. મહત્વનું છે કે આ બેઠકમાં અનેક ક્ષત્રિય મહિલાઓ પણ હાજર હતી... 


આજે પરષોત્તમ રૂપાલા ભરવાના છે ઉમેદવારી ફોર્મ 

મહત્વનું છે કે એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ છે અને માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તો બીજી તરફ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પરષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવાના છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં હાજર હતા ઉપરાંત વિજય રૂપાણી પણ હાજર હતા.      



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...