ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ ફેઈમ ગુજરાતી કોમેડિયન પરાગ કંસારાની ચિરવિદાય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 15:05:07

ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જથી જાણીતા થયેલા લોકપ્રિય કોમેડિયન પરાગ કંસારાનું નિધન થયું છે. વિખ્યાત કોમેડિયન સુનીલ પાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ માહિતી આપી છે. કોમેડિયન સુનીલ પાલે પરાગ કંસારાનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 


પરાગ કંસારાની વિદાયથી વિખ્યાત કોમેડિયન સુનીલ પાલ ભાવુક થયા


બોલિવૂડના પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ બાદ વધુ એક કોમેડિયન પરાગ કંસારાએ વિદાય લીધી છે. પરાગ કંસારાના નિધનના સમાચાર કોમેડીના ક્ષેત્ર માટે ચોંકાવનારા છે. પરાગ કંસારાના મૃત્યુથી વિખ્યાત કોમેડિયન સુનીલ પાલ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને ભાવુક થઈ ગયા હતા, તેમણે કહ્યું કે, હેલો મિત્રો, અમારા લેફ્ટ ચેલેન્જ પાર્ટનર પરાગ કંસારા જી હવે આ દુનિયામાં નથી. તેઓ દરેક વસ્તુની વિરુદ્ધ વિચાર કરો એમ કહીને તે અમને હસાવતા હતા. પરાગ ભૈયા હવે આ દુનિયામાં નથી. ખબર નથી કોને કોમેડીની દુનિયાની નજર લાગી ગઈ છે. અમે થોડા દિવસ પહેલા જ રાજુભાઈને ગુમાવ્યા હતા. આપણે એક પછી એક કોમેડીનો સ્તંભ ગુમાવી રહ્યા છીએ. 


કોમેડી ક્ષેત્રે પરાગ કંસારાની યાત્રા કેવી રહી ?


વડોદરાના વતની પરાગ કંસારા ટીવીના સુપરહિટ કોમેડી રિયાલિટી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માં સ્પર્ધક તરીકે જોવા મળ્યા હતા. આ શો શો ભારતીય ટેલિવિઝનનો પ્રથમ એવો શો હતો જેણે સ્ટેન્ડઅપ કોમેડિયનને એક મોટું પ્લેટફોર્મ આપવાનું કામ કર્યું હતું. આ શોએ નવા કોમેડિયનોને પણ પોતાની છાપ બનાવવાની તક આપી. આ શોથી પરાગને ઘરે-ઘરે ઓળખ મળી. જો કે પરાગ  કંસારા  ઘણા સમયથી ટીવી અને કોમેડી શોથી દૂર હતા. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?