આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકો આગ લાગવાને કારણે મોતને ભેટતા હોય છે. ત્યારે ગેસ સિલિન્ડરને કારણે આગ લાગવાની ઘટના હરિયાણાના પાણીપતમાં બની છે. આ ઘટનાને કારણે એક જ પરિવારના 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ ઘટનાને પગલે તે વિસ્તારમાં શોક વ્યાપી ઉઠ્યો છે.
આગ લાગવાથી અનેક લોકોના થતા હોય છે મોત
આજકાલ અનેક વખત આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. આગ લાગવાને કારણે અનેક લોકોના મોત થઈ જતા હોય છે. આગ લાગવાના અલગ-અલગ કારણો હોય છે. જેમકે શોર્ટસર્કિટને કારણે આગ લાગે, કોઈ વખત ગેસ લિકેજ થવાને કારણે તો કોઈ વખત અન્ય કારણોસર આગ લાગતી હોય છે. જેને કારણે લોકો કાળનો કોળિયો બનતા હોય છે.
એક જ પરિવારના 6 સભ્યોના થયા મોત
આવી જ ઘટના હરિયાણાના પાણીપતમાં ગુરૂવાર સવારે બની છે. ગેસ સિલિન્ડર લીક થવાને કારણે ઘરમાં આગ ફાટી નિકળી હતી. આ ઘટનામાં એક જ પરિવારના 6 લોકોના મોત થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના બિચપડી ગામમાં બની છે. મરનારમાં પતિ-પત્ની, તેમની બે દિકરી અને બે દિકરાનો સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ પણ આવી ગઈ હતી. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટનાને કારણે આસપાસના લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે.