ગોંડલ એસટી બસ સ્ટેન્ડમાં બેકાબુ બનેલી એસટી બસને કારણે સર્જાઈ અફરા-તફરી! બેરિકેડ્સ તોડી પૂછપરછ બારીમાં બસ ઘૂસી જતા સર્જાઈ દુર્ઘટના!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-17 17:07:06

એસ.ટી વિભાગનું સ્લોગન છે સલામત સવારી એસટી અમારી... પરંતુ અનેક વખત એસટી બસના એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જે તેમના જ સ્લોગનને ખોટા સાબિત કરતા હોય છે. થોડા સમય પહેલા પણ એસટી બસનો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે ફરી એક વખત એસટી બસ ચર્ચામાં આવી છે. ગોંડલ એસટીના બસ સ્ટેન્ડ પરથી ઘટના સામે આવી છે જેમાં બસ સ્ટેન્ડ પર ઉભી રહેવાની જગ્યાએ બેરિકેડ્સ તોડી સીધી પૂછપરછની બારી આગળ ઘૂસી ગઈ. આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. 

ડ્રાઈવરની બેદરકારીને કારણે બની ઘટના.


બેરિકેટ તોડી બસ સીધી પહોંચી ગઈ પૂછપરછ બારી પર!

વેકેશનનો સમય હોવાથી એસટીમાં મુસાફરી કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. વેકેશનને કારણે એસટી વિભાગ કરોડોની કમાણી કરે છે. બસ સ્ટેન્ડ પર ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે ગોંડલ એસટી બસ સ્ટેન્ડથી એક ઘટના સામે આવી છે. બસની રાહ જોતા મુસાફરો ઉભા છે. બસને લઈ અનાઉસ્મેન્ટ કરવામાં આવે છે કે ઉપલેટાથી રાજકોટ જતી બસ પ્લેટફોર્મ નંબર આઠ પર આવશે. સૂચના પૂર્ણ થતાં જ બસ આવી પરંતુ પ્લેટફોર્મ પર નહીં પરંતુ બેરીકેટ તોડી પૂછપરછ બારી પાસે આવી ગઈ. જેને લઈ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. બસ સ્ટેશનમાં ઘૂસતા જ બસે એક મોટો વળાંક લીધો પરંતુ પોતાના નિર્ધારિત જગ્યાએ બસ ઉભી રહેવાની જગ્યાએ ન ઉભી રહી પરંતુ બસ બેરિકેટ તોડી પૂછપરછ બારીમાં જ ઘૂસાડી દીધી હતી. બ્રેક ન લાગતા આ ઘટના સર્જાઈ હતી. 


એક વ્યક્તિને પહોંચી ઈજા!

આ અંગે મળતી માહિતી અનુસાર ગોંડલ શહેરમાં બસ સ્ટેન્ડમાં ઉપલેટા -રાજકોટ રૂટની બસ પ્લેટફોર્મ નંબર 8 પર ઉભી રહેવાની હતી. પરંતુ બ્રેક લાગી ન હતી. જેને કારણે બસ પૂછપરછ બારી આગળ દોડી ગઈ હતી. બસને આવતા જોઈ અફરા તફરી સર્જાઈ હતી અને ભાગદોડ મચી હતી. આ નાસભાગમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ એસટી ડેપો મેનેજરે તપાસ હાથ ધરી છે. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. 


થોડા સમય પહેલા પણ એસટી બસ આવી હતી ચર્ચામાં!

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ડ્રાઈવરને બમ્પ ન દેખાતા બસ ઉછળી હતી. પાછળનો કાચ તૂટી પડ્યો હતો અને પાછળ બેઠેલા માણસો નીચે પડી ગયા હતા. ત્યારે આજે ફરી એસટી બસ ચર્ચામાં આવી છે.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?