જીવતા માણસને તો જાતિવાદનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ મૃત્યુ પછી પણ જાતિવાદ માણસનો પીછો નથી છોડતો 21મી સદીમાં પણ જ્ઞાતિવાદની ભિન્નતા રાખનારા લોકો મોતનો મલાજો નથી જાળવતા. પંચમહાલ જિલ્લાના ઘોઘંબાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

પ્રસુતિના 12 દિવસ બાદ થયું મહિલાનું મોત!
વાત જાણે એમ છે કે, અહીં જ્ઞાતિવાદની ભિન્નતા રાખનારા ઈસમો દ્વારા એક મૃતક મહિલાની અંતિમવિધિ અટકાવી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે આ મહિલાનું પ્રસૂતિના 12 દિવસ બાદ મોત થયું હતું. જે બાદમાં મૃતકના પરિજનો તેમના મૃતદેહને વતનમાં અંતિમવિધિ માટે લાવ્યા હતા. જોકે ગામના કેટલાક જ્ઞાતિવાદની ભિન્નતા રાખનારા ઈસમો તેમણે અંતિમ સંસ્કાર કરતાં અટકાવ્યા હતા. જે બાદમાં તેમણે 2 દિવસ સુધી મૃતદેહને ઘરમાં જ રાખી અને બાદમાં ખેતરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અંતિમસંસ્કાર કરવાની ગ્રામજનોએ મનાઈ કરી!
કંકોડાકોઈ ગામના નાયક પરિવારની મહિલાનું પ્રસૂતિના 12 દિવસ બાદ મૃત્યુ થયું હતું. જેથી અંતિમવિધી માટે તેમના વતન કંકોડાકોઈ ગામે લાવવામાં આવ્યા હતા. જોકે ગામના સ્મશાનમાં અંતિમવિધિ કરવાની ગામના કેટલાક લોકો દ્વારા મનાઈ કરવામાં આવતા મૃતદેહને બે દિવસ ઘરમાં રાખવો પડ્યો હતી. જે બાદમાં પોતાની માલિકીના ખેતરમાં મહિલાના અંતિમ સંસ્કાર કર્યા હતા.
જાતિવાદના નામે માણસાઈ ભૂલાઈ!
કહેવાય છે કે માટીનો માણસ એક વાર માટીમાં જ મળી જવાનો છે પણ કેટલાક લોકો જાતિવાદના નામે માણસાઈ ભૂલી જાય છે. આપણા ગુજરાતમાં ઉંચાઈઓના શિખરસર કરવાની વાતો થાય છે. બુલેટ ટ્રેનના સપનાઓ અને એજ્યુકેશન બધી રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે પણ કેટલાક લોકો આ 21મી સદીમાં પણ માન્યતાઓ જાતિવાદના કારણે એટલી નીચી હદે પહોંચી જતા હોય છે કે મોત મલાજો પણ નથી જાળવતા...શર્મ આવી જોઈએ એવા લોકોને જે મરેલા માણસ સાથે પણ જાતિવાદ કરે છે.