Panchmahal : Wasmoનાં ભ્રષ્ટાચારી એન્જિનિયર સામે કાર્યવાહી! આ લોકોએ યોજના પર પાણી ફેરવ્યું! જુઓ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-25 16:40:00

ઘર ઘર સુધી પાણી નળના માધ્યમથી પહોંચે તે માટે સરકારે નલ સે જલ યોજનાની શરૂઆત કરી હતી. અનેક લોકોને આ યોજનાથી ફાયદો પણ થયો પરંતુ અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને નળ મળ્યો, પાણી માટેનું કનેક્શન મળ્યું. નળ અપાયા, નળનું કનેક્શન અપાયું બસ પાણી જ ન અપાયું.. લગભગ આઠ મહિના પહેલા અમે આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવ્યો હતો જેમાં Panchmahalના Shaheraના અંતરિયાળ ગામમાં નલ સે જલ યોજનાની તો પથારી ફેરવી નાખી હતી અધિકારીઓએ.

કૌભાંડી અધિકારી વિરૂદ્ધ કરવામાં આવી કાર્યવાહી! 

ગઈકાલે સમાચાર આવ્યા કે વાસ્મો યોજનામાં કૌભાંડી અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  હાલોલના નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેર સસ્પેન્ડ કરાયા છે સાથે જ નાયબ કાર્યપાલક ઇજનેર કૌશિક વર્મા અને મદદનીશ ઇજનેર દેવાંશી ભટ્ટને સસ્પેન્ડ કરાયા છે. આ લોકોને સસ્પેન્ડ કરવાનું એક જ કારણ હતું કે આ લોકોએ બારોબાર કામ કર્યા વગર જ નોંધી દીધું કે અહીંયા બધે કામ થઈ ગયું છે. સ્થળ પર કામગીરી કર્યા વગર બિલ ચૂકવી દીધા પણ આ માત્ર પંચમહાલ કે એની આસપાસની તકલીફ નથી. આવો ભ્રષ્ટાચાર તો અનેક જગ્યાઓ પર થયો હશે. 


મહીસાગરમાં 111 જેટલા કોન્ટ્રાક્ટરો ટેન્ડર નહીં ભરી શકે! 

મહીસાગરથી પણ આવા જ કંઈક સમાચાર સામે આવ્યા છે. વાસ્મોની નલ સે જલ અંતર્ગત ૧૧૧ જેટલાં કોન્ટ્રાક્ટરો હવે ટેન્ડર નહીં ભરી શકે તેવી માહિતી સામે આવી છે. વિઝીલેન્સ ટીમ દ્વારા મહીસાગર જિલ્લામાં વાસ્મોની નલ સે જલ યોજનાં અંતર્ગત ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી હતી જે મુજબ પગલા લેવામાં આવ્યા છે. મહીસાગરમાં  ૧૧૧ જેટલી એજન્સીઓને કામ ન આપવાં તેમજ પૈસા ન ચૂકવવા બદલ ગાંધીનગરથી મહીસાગર વાસમો અધિકારીને લેખિત જાણ કરવામાં આવી છે. વાસ્મોની નલ સે જલ અંતર્ગત ૧૧૧ જેટલાં કોન્ટ્રાક્ટરો હવે ટેન્ડર નહીં ભરી શકે. ખોટા બિલિંગ મુકતા હોવાનો ખુલાસો થતાં ટેન્ડર ન ભરવા માટે સૂચના આપવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.  


પંચમહાલના અધિકારીએ તો 12 લાખથી વધારે રકમની કરી દીધી ચૂકવણી   

આ માત્ર પંચમહાલની કે મહીસાગરની સમસ્યા થોડી છે? ભ્રષ્ટાચાર માત્ર અહીંયા જ થયો છે એવું થોડી છે? આવી સમસ્યા તો અનેક જગ્યાઓની છે. ગામે ગામે બધે આવું જ થયું છે. પંચમહાલના આ અધિકારીઓએ તો 12 લાખ 76 હજારના ખોટા બિલોનું ચૂકવણું કરી દીધું હતું. અદેપુર પાણી પુરવઠા યોજનાની કામગીરીમાં ભ્રષ્ટાચાર કર્યો આજે એમના પર કાર્યવાહી થઈ પણ વર્ષોથી આ બધા આવું જ કરતાં આવ્યા છે. આ ખાલી સામાન્ય કાર્યવાહી અંબાજીથી ઉમરગામ તપાસ કરે સરકાર.


દૂર દૂરથી મહિલાઓ પાણી ભરવા બની છે મજબૂર 

આ માત્ર નલ સે જલ યોજનાની વાત નથી પરંતુ બધી જગ્યાઓએ આવા ભ્રષ્ટાચારીઓ ભરેલા પડેલા છે. નલ સે જલ હોય કે શોચાલયની યોજના હોય બધામાં ગરીબોના હકના પૈસા આ લોકો ખાઈ ગયા છે. ને એમને જ નેતાઓના સપના અને યોજના પર પાણી ફેરવી દીધું છે. પંચમહાલની આ સ્થિતિ છે દક્ષિણ ગુજરાતમાં પણ કંઈક એવુજ છે. જ્યારે પણ કવરેજ કરવા જમાવટની ટીમ અંતરિયાળ વિસ્તારમાં જાય છે ત્યારે ત્યારે આવા દ્રશ્યો સામે આવ્યા છે. ઘરમાં નળ છે પણ પાણી નથી. મહિલાઓ દૂર દૂરથી પાણી ભરીને આવે છે અને આવા ભ્રષ્ટાચારીઓનું પેટનું પાણી નથી હલતું. આ માત્ર સામાન્ય કાર્યવાહી છે હજુ મોટા માથા આમાં પકડાઈ શકાય છે. તમે જાતે જ નક્કી કરો કે અહિયાં આ હાલત છે તો બીજા ગામોમાં શું હાલત હશે? 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?