બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ પહેલવાનો ઘણા સમયથી પ્રદર્શન કરી રહ્યા છે. ઘણા લાંબા સમયથી જંતર મંતર ખાતે પહેલવાનોએ ધરણા કર્યા હતા. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ધરણા સ્થળ પરથી ધરણા ખતમ કરી દીધા પરંતુ કુસ્તીબાજોએ વિરોધ યથાવત રાખ્યો છે. આ બધા વચ્ચે હરિયાણાના સોનીપતમાં કુસ્તીબાજોની પંચાયત યોજાઈ છે. આ પંચાયતમાં સાક્ષી મલિક તેમજ બજરંગ પુનિયા પહોંચ્યા હતા. પંચાયતમાં પહોંચ્યા બાદ બજરંગ પુનિયાએ કહ્યું કે અમે અમિત શાહ અને અનુરાગ ઠાકુર સાથે જે વાતચીત કરી હતી, અમે તે બાબતે પંચાયતને જણાવવા આવ્યા છીએ, કારણ કે અમે બધું પંચાયતને સોંપી દીધું છે.
સોનીપતમાં યોજાઈ કુસ્તીબાજોની પંચાયત!
સોનીપતના છોટુરામ ધર્મશાળામાં કુસ્તીબાજોએ પંચાયતનું આયોજન કર્યું છે. આ પંચાયતમાં ભાગ લેવા સાક્ષી મલિક તેમજ બજરંગ પુનિયા પહોંચ્યા હતા. ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે પહેલવાનો વિરોધ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમના વિરૂદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. થોડા સમય પહેલા અમિત શાહ અને અનુરાગ ઠાકુર સાથે બેઠક કરી હતી. ત્યારે આજે હરિયાણાના સોનીપતમાં કુસ્તીબાજોની પંચાયત યોજાઈ છે.
#WATCH | "We will participate in Asian Games only when all these issues will be resolved. You can't understand what we're going through mentally each day": Wrestler Sakshee Malikkh in Sonipat pic.twitter.com/yozpRnYQG9
— ANI (@ANI) June 10, 2023
અમે બધું પંચાયત પર છોડી દીધું છે - બજરંગ પુનિયા
#WATCH | "We will participate in Asian Games only when all these issues will be resolved. You can't understand what we're going through mentally each day": Wrestler Sakshee Malikkh in Sonipat pic.twitter.com/yozpRnYQG9
— ANI (@ANI) June 10, 2023પંચાયતમાં હાજર રહેલા બજરંગ પુનિયાએ નિવેદન આપતા કહ્યું- અમે અમિત શાહ અને અનુરાગ ઠાકુર સાથે જે વાતચીત કરી હતી, અમે તે બાબતે પંચાયતને જણાવવા આવ્યા છીએ, કારણ કે અમે બધું પંચાયતને સોંપી દીધું છે. વડીલો જે નિર્ણય લેશે તે કુસ્તીબાજો સ્વીકારશે. મહત્વનું છે કે નાબાલિક દીકરીના પિતાએ નિવેદન આપ્યું છે કે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ બદલો લેવા તેમણે કેસ કર્યો હતો. ત્યારે જોવું રહ્યું કે આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે.