પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીનું મતદાન શરૂ થતાં જ ભડકી હિંસા! જુઓ હિંસાના વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-08 16:14:37

પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટે મતદાન ચાલુ છે. 22 જિલ્લાઓની 63229 ગ્રામપંચાયત બેઠક, પંચાયત સમિતીની 9730 બેઠકો તેમજ જિલ્લા પરિષદની 928 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. મતદાનને લઈ સુરક્ષા વ્યવસ્થા માટે સુરક્ષાબળોને તૈનાત કરી દેવામાં આવી હતી પરંતુ મતદાનની પ્રક્રિયા દરમિયાન અનેક જગ્ચાઓ પરથી હિંસાના દ્રશ્યો સામે આવ્યા હતા. અનેક જગ્યાઓ પરથી આગચંપી અને બેલેટ પેપરને બાળી દેવાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. બપોરના 1 વાગ્યા સુધીના મતદાનની વાત કરીએ તો 37 ટકા મતદાન થયું છે.


પશ્ચિમ બંગાળમાં ભડકેલી હિંસાએ લીધા 9 લોકોના જીવ!

વોટિંગ દરમિયાન અનેક વખત હિંસાના દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે હિંસાના દ્રશ્યો પશ્ચિમ બંગાળથી સામે આવ્યા છે જ્યાં પંચાયત ચૂંટણી યોજાઈ છે. પરંતુ અનેક વોટિંગ મથકો એવા છે જ્યાં હિંસા ફાટી નીકળી છે. સુરક્ષા બળો તૈનાત છે છતાંય લોકો બેકાબુ બની રહ્યા છે. અથડામણની વાત કરીએ તો સૌથી વધારે હિંસા મુર્શિદાબાદ જિલ્લામાં જોવા મળી હતી. ભડકેલી હિંસામાં અનેક લોકોના મોત પણ થઈ ગયા છે. બેલડાંગા તેમજ તુફાનગંજમાં એક એક વ્યક્તિના મોત થયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. મહત્વનું છે કે ગઈકાલે પણ ફાયરિંગની ઘટના સામે આવી હતી. છેલ્લા 24 કલાક દરમિયાન ભડકેલી હિંસામાં 9 લોકોના મોત થઈ ગયા છે. અનેક પાર્ટીના કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે.  જે લોકોના મોત થયા છે તેમાંથી તૃણુમુલ કોંગ્રેસના સાત, બીજેપીના એક એક કાર્યકર્તાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત અનેક કાર્યકર્તાઓને ગોળી વાગી છે, અનેક કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. હિંસાનો આરોપ પાર્ટીઓ એક બીજા પર લગાવી રહી છે. આરોપો પૂરવાર કરવા પાર્ટી દ્વારા વીડિયો પણ બતાવવામાં આવી રહ્યા છે. પોલિંગ બૂથના વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. હિંસાને લઈ અનેક નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.  



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..