આનંદો! સરકાર આ વર્ષે પંચાયત વિભાગમાં ક્લાસ-3ની 13 હજારથી વધુ જગ્યાની ભરતી કરશે


  • Published By :
  • Published Date : 2023-01-23 13:06:07

ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની  તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાત સરકાર રાજ્યના પંચાયત વિભાગમાં નવી ભરતીઓની તૈયારી કરી રહી છે. પંચાયત વિભાગે વર્ગ-3ની 13 હજારથી પણ વધુ જગ્યાઓની ભરતીનું આયોજન કર્યું છે. દરેક મહેકમની યાદી તૈયાર કરી ભરતી પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે. સરકારી સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પંચાયત વિભાગ ચાલુ વર્ષે આ  તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટેની તૈયારીમાં લાગ્યો છે.


TDOની 100 જગ્યા ભરાઈ


પંચાયત વિભાગ દ્વારા 248 તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીની 100 ટકા જગ્યા ભરી દેવામાં આવી છે. આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી વર્ગ-1ની કુલ 11 જગ્યાને ડાઉનગ્રેડ કરીને વર્ગ-2માં તબદીલ કરવામાં આવી છે અને આ જગ્યાઓ ભરી દેવામાં આવી છે. 33 જિલ્લા પંચાયતોમાં ચિટનીસ કમ તાલુકા વિકાસ અધિકારીની તમામ 33 જગ્યા પ્રમોશનથી ભરવામાં આવી છે.


ચિટનીસ કમ TDOની જવાબદારી વધી


ગુજરાત સરકારના પંચાયત વિભાગમાં કેટલાક મહત્ત્વના વહીવટી સુધારા કરાયા છે, જે મુજબ વિભાગની યોજનાઓ, સેવાઓ, વિકાસનાં કામો, પંચાયત હસ્તકનાં વાહનો, મકાનો, કોર્ટ કેસો, વેરા વસૂલાત અને મહેકમને લગતી બાબતોનો સંકલિત ડેટાબેઝ તૈયાર કરી તેનું મોનિટરિંગ કરાશે અને તેનો માસિક અહેવાલ પોર્ટલ પર અપલોડ કરાશે. ચિટનીસ કમ તાલુકા વિકાસ અધિકારીએ ટીમ બનાવી તાલુકા-ગ્રામ પંચાયત કચેરીઓનું નિરીક્ષણ કરવાનું રહેશે. તેમણે મહિનામાં એક તાલુકા પંચાયત અને પાંચ ગ્રામ પંચાયતોનું આકસ્મિક નિરીક્ષણ કરવાનું રહેશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?