વાળીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં PM Modiએ લીધો ભાગ, મંદિરમાં કરી પૂજા અર્ચના, કહ્યું ઠીક એક મહિના પહેલાં અયોધ્યામાં હતો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-22 16:10:27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. વાળીનાથ ધામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પીએમ મોદીએ હાજરી આપી હતી ભગવાન શિવની પૂજા કર્યા બાદ જનસભાને પીએમ મોદીએ સંબોધી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યાદ કર્યો હતો. પીએમએ કહ્યું કે રબારી સમાજ માટે વાળીનાથએ પૂજ્ય ગુરૂગાદી છે. આજના દિવસે એક સંયોગ થયો છે. આજથી ઠીક એક મહિના પહેલાં અયોધ્યામાં હતો. રબારી સમાજ માટે આ ગુરુગાદી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.

અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું..   

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું આજે હું આ પવિત્ર ધરતી પર એક દૈવી ઊર્જા અનુભવું છું. આ ઉર્જા આપણને હજારો વર્ષોથી ચાલતી આધ્યાત્મિક ચેતના સાથે જોડે છે, જે ભગવાન કૃષ્ણ અને મહાદેવ સાથે પણ સંબંધિત છે. ભારતની વિકાસયાત્રામાં આ એક અદ્ભુત સમયગાળો છે. વધુમાં તેમણે કહ્યું કે આજથી બરાબર એક મહિના પહેલા 22 જાન્યુઆરીએ હું અયોધ્યામાં ભગવાન રામના ચરણોમાં હતો. ત્યાં મને ભગવાન રામલલાની મૂર્તિના અભિષેકની ઐતિહાસિક ઘટનામાં ભાગ લેવાનું સૌભાગ્ય મળ્યું.


પીએમ મોદીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે ​​​​​​​છેલ્લા બે દશકોમાં વિકાસની સાથે સાથે વિરાસતની ભવ્યતા માટેનું કામ થયું છે. કમનસીબે ભારતમાં વિરાસતના ક્ષેત્રે વિકાસ અટકી પડ્યો હતો. આ કોંગ્રેસે ધર્મસ્થાનો ઉપર પ્રશ્ન કર્યા હતા. કોંગ્રેસે જ સોમનાથ અને પાવાગઢના વિકાસમાં વિધ્ન પેદા કર્યું છે. જ્યારે અયોધ્યામાં અત્યારે મંદિર બનીને તૈયાર થઈ ગયું છે તે તેમણે નકારાત્મક વલણ દાખવ્યું. આ લોકોએ ભગવાન રામના અસ્તિત્વ સામે સવાલો ઉઠાવ્યાં.

    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?