અમદાવાદથી જડપાયો પાકિસ્તાની જાસૂસ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 18:15:26

અમદાવાદથી જડપાયો પાકિસ્તાની જાસૂસ !!!!!

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને હાથ આજે એક જાસૂસ આવ્યો છે, આ વ્યક્તિ અહી થી સીમકાર્ડ ખરીદી પાકિસ્તાન મોકલતો હતો. આની મોડી રાતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધડપકડ કરવામાં આવી હતી. પોલીસને મળેલ બાતમી અનુસાર આ વ્યક્તિ પાકિસ્તાન ઇન્ટેલીજન્સ સાથે સંકળાયેલો હતો અને પૂછપરછમાં તેણે સ્વીકાર્યું છે કે તે સિમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતો. આરોપીનું નામ અબ્દુલ વહાબ પઠાણ સામે આવ્યું છે . અબ્દુલ 2019થી આ કામ કરતો હતો. વહાબ ત્રણથી ચાર વખત પાકિસ્તાન જઈને આવ્યો છે. આ કેસમાં આરોપી પાસેથી કુલ 10 જેટલા સીમકાર્ડ મળી આવ્યા છે.  

 

પોલીસના જણાવ્યા મુજબ આરોપી અબ્દુલ વહાબ પાકિસ્તાની જાસૂસના કોન્ટેકમાં પણ હતો ઉપરાંત વિઝા કઢાવવા માટે પાકિસ્તાન હાઈ કમિશન પાસે પણ તે ગયો હતો.  

 

પોલીસ તપાસ બાદ સામે આવશે કે આખરે આ વ્યક્તિ કયા કારણોથી સીમકાર્ડ પાકિસ્તાન મોકલતો હતો ? અને અન્ય કેટલા લોકો આના સાથે સંકળાયેલા છે ? 



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.