અમદાવાદમાં રહેતા 108 પાકિસ્તાની નાગરિકોને મળી ભારતીય નાગરિકતા, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા


  • Published By :
  • Published Date : 2023-09-12 16:25:06

ભારતના ભાગલા વખતે લાખો હિંદુઓએ નવા દેશ પાકિસ્તાનમાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો. જો કે ભાગલાના 74 વર્ષ પછી પાકિસ્તાનમાં રહેતા લાખો લઘુમતી હિંદુઓ તેમના આ નિર્ણય માટે પસ્તાઈ રહ્યા છે. આજે હજારો પાકિસ્તાનથી ભાગીને આવેલા હિંદુઓ ભારતમાં નિર્વાસિત જીવન ગુજારી રહ્યા છે. અમદાવાદમાં આજે  108 જેટલા લોકોને પાકિસ્તાની મૂળના હિંદુઓને ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં નિવાસ કરતા 108 વ્યક્તિઓને હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર અપાયા ત્યારે તે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 


હર્ષ સંઘવીએ શું કહ્યું?


નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં ઉપસ્થિત રહેલા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ "કેમ છો બધા? કહીને સૌને સહર્ષ આવકાર્યા અને કહ્યું કે, 'મુસ્કારિયે કયું કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈ.' એટલું જ નહિ આજે વસુધૈવ કુટુંબકમની ભાવના પણ સાર્થક થઈ છે. ગુજરાતમાં તમે સૌ સલામતીનો અનુભવ કરી શકશો. આ અવસરે ભારતનું નાગરિકત્વ મેળવનારા સૌને અભિનંદન પાઠવતાં મંત્રીએ કહ્યું કે, તમે સૌ આજથી ભારતના નાગરિક બની ગયા છો, નવા ભારતનના સ્વપ્નને સાકાર કરવા માટે સાથે મળીને આપણે કામ કરવાનું છે. દેશની વિકાસયાત્રામાં સહભાગી બનવા માટે આપ સૌ પણ સંકલ્પબદ્ધ બનશો, એવી અપેક્ષા છે. મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, આજે અમદાવાદ ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા 108 પરિવારોના ઘરોમાં દિવાળી જેવો એક માહોલ છે કેમ કે આજે તેઓ ભારતના નાગરિક બન્યા છે. ઘરમાં એક બાળકનો જન્મ થાય ત્યારે કેવો ખુશીનો માહોલ હોય છે તેઓ જ માહોલ આજે આપ સૌના પરિવારજનોમાં દેખાઈ રહ્યો છે.ગૃહ રાજયમંત્રીએ વધુમાં કહ્યું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર સ્થળાંતરિત થયેલા નાગરિકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે હરહંમેશ પ્રતિબદ્ધ છે. સ્થળાંતરિત થયેલા લોકોના રોજિંદા જીવનમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકાર નક્કર પ્રયાસો કરે જ છે, જેના ભાગરૂપે આજે 108 નાગરિકોને નાગરિકતાપત્ર અપાઇ રહ્યા છે.


લાભાર્થીઓએ વહીવટી તંત્રનો આભાર માન્યો


લાભાર્થીઓએ નાગરિકતા પત્ર આપવાની પ્રક્રિયામાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રની અધિકારીઓએ દાખવેલી ઝડપ માટે આભાર વ્યક્ત કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 1149થી વધારે હિંદુ નિર્વાસિતોને ભારતનું નાગરિકત્વ આપીને નવજીવન આપનાર અમદાવાદના કલેક્ટર તથા સમગ્ર અમદાવાદ જિલ્લાની વહીવટી ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ નાગરિકત્વ મળવાની સાથે જ સમગ્ર દેશમાં 2016થી સૌથી વધુ 1149 જેટલા લોકોને ભારતીય નાગરિકત્વ આપવામાં પ્રથમ સ્થાને રહ્યું છે.


કાર્યક્રમમાં આ મહાનુભાવો રહ્યા ઉપસ્થિત


આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી, અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડિકે, નિવાસી અધિક કલેકટર સુધીર પટેલ, એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ, નારણપુરાના ધારાસભ્ય જિતુ પટેલ, દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન, સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ, નરોડાનાં ધારાસભ્ય પાયલ કુકરાની, મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, સિંઘ માઈનોરિટી કમિશનમાં સભ્યો, હેલ્પિંગ હેન્ડ સંસ્થાના સભ્યો, મ્યુનિસિપલ કાઉન્સિલરો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.



નાગરિક્તા માટે શું છે ભારત સરકારનો કાયદો?


ભારત સરકાર દ્વારા અન્ય દેશ પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવા મુસ્લિમ રાષ્ટ્રમાં રહેતા લઘુમતી ધરાવતા હિન્દુ જૈન પારસી અને ક્રિશ્ચન જેવા ધર્મના લોકોને છેલ્લા દસ વર્ષથી પણ વધારે કે દસ વર્ષથી ભારતમાં રહેતા લોકોને ભારતીય નાગરિકત્વ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ભારત સરકારે  વર્ષ 2016 અને 2018ના ગેઝેટમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરોને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લધુમતી કોમના (હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવાની સત્તા મળેલી છે.




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...