રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. હાલ આ યાત્રા મધ્યપ્રદેશ પહોંચી છે. મધ્યપ્રદેશમાં આ યાત્રા સાથે વિવાદ જોડાઈ ગયો છે. મધ્યપ્રદેશ ભાજપના મીડિયા પ્રભારીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યા હતા. આ વીડિયો વાયરલ થતા ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. શિવરાજસિંહ ચૌહાણે પણ ટ્વિટ કરી પોતાની પ્રક્રિયા આપી છે. જ્યારે કોંગ્રેસે આ ટ્વિટરને ખોટો ગણાવ્યો છે.
પાકિસ્તાન જીંદાબાદના લાગ્યા નારા
ભારત જોડો યાત્રા પર અનેક વખત ભાજપ દ્વારા શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા છે ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીની આ યાત્રા પર રાજનીતિ ગરમાઈ છે. ભાજપના એક નેતા દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો જેમાં એવું બતાવવામાં આવ્યું છે કે ભારત જોડો યાત્રામાં ખુલ્લેઆમ પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યા હતા. તેમના કહેવા પ્રમાણે કોંગ્રેસે પોતાના ઓફિશીયલ ટ્વિટર અકાઉન્ટ પરથી આ વીડિયો ડિલીટ કરી દીધો છે.
શિવરાજસિંહ ચૌહાણે આપી પોતાની પ્રતિક્રિયા
આ વાતને લઈ શિવરાજસિંહ ચૌહાણે પણ ટ્વિટ કરી હતી જેમાં તેમણે લખ્યું કે ભારત જોડો યાત્રામાં પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યા છે, આ ભારત જોડવાની યાત્રા છે કે ભારતને તોડવા વાળાઓને જોડે લાવવાની યાત્રા છે. પાકિસ્તાન જીંદાબાદનો નારો લગાવવા વાળાને કોઈ પણ કિંમત પર છોડવામાં આવશે નહીં.
કોંગ્રેસે ભાજપ પર લગાવ્યા આરોપ
भारत जोड़ो यात्रा को अपार जन समर्थन मिलता देख बौखलाई भाजपा ने यात्रा को बदनाम करने के लिए एक डॉक्टर्ड विडियो चलाया है।हम इसके ख़िलाफ़ तुरंत क़ानूनी कार्यवाही कर रहे हैं। हम भाजपा के ऐसे घिनौने हथकंडों के लिए तैयार हैं। उनको करारा जवाब दिया जाएगा!
— Jairam Ramesh (@Jairam_Ramesh) November 25, 2022