IMFને ખુશ રાખવા પાકિસ્તાન સરકાર પ્રજાને બલિનો બકરો બનાવશે!


  • Published By :
  • Published Date : 2023-06-26 20:02:51

1. સીરિયા પર રશિયાની એર સ્ટ્રાઇક

વાગનર આર્મીના બળવાને કારણે ચર્ચામાં રહેલું રશિયા હવે સીરિયાને દબાવી રહ્યું છે.. રશિયાએ સીરિયા પર એર સ્ટ્રાઇક કરી છે જેમાં 13 સીરિયન નાગરિકોએ જીવ ગુમાવ્યા છે.. અને 61થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.. આ હુમલાને વર્ષનો સૌથી ભયાનક હુમલો ગણવામાં આવી રહ્યો છે.. મૃતકોમાં 2 માસૂમ બાળકોનો પણ સમાવેશ છે.. ઇદલિબ ક્ષેત્રના જિસ્ત્ર અલ-શુગુરમાં ભરી બજારમાં હુમલો કરવામાં આવ્યો  હતો જેને લીધે મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતાઓ છે.. સીરિયામાં બળવાખોરોને દબાવવા માટે રશિયાએ આ પગલું ભર્યુ હોવાની વિગતો મીડિયાના અહેવાલોમાં સામે આવી છે.. 


2. પાકિસ્તાને ચીનના હથિયારો LOC પર કર્યા તૈનાત

ચીને પાકિસ્તાનને આપેલા આધુનિક શસ્ત્રો પાકિસ્તાને LOC પર તૈનાત કરી દીધા છે.. આ ઉપરાંત ભારતીય સૈન્યના અધિકારીઓ કહી રહ્યા છે કે  LOC પર નેટવર્ક ઇન્ટરનેટ કનેક્ટિવીટી માટે કમ્યુનિકેશન ટાવર અને ભૂગર્ભ કેબલ નાખવામાં પણ ચીન પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે. ઇન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ ચીનની મદદથી પાકિસ્તાન POK પર પોતાનું આધિપત્ય મજબૂત કરી રહ્યું છે.. પાકિસ્તાન અને ચીન વચ્ચે આધુનિક હથિયારો માટે કરાર પણ થયા છે.. અને આ કોન્ટ્રાક્ટ હેઠળ પહેલું હથિયારોનું કન્સાઈનમેન્ટ જાન્યુઆરીમાં જ પાકિસ્તાનને ચીન પહોંચાડી ચુક્યું છે.. 


3. પાકિસ્તાનની પ્રજા પર કરવેરાનો બોજ

આઈએમએફ પાસેથી લોન લેવા માટે ધમપછાડા કરી રહેલું પાકિસ્તાન હવે તેના હાલમાં જ રજૂ થયેલા બજેટમાં ફેરફારો કરશે..અને પાકિસ્તાની શાસકોની જે તાસીર રહી છે તે મુજબ પાકિસ્તાનની પ્રજા તેમાં બલિનો બકરો બનશે.. એટલે કે નવા બજેટમાં પાકિસ્તાનની પ્રજા પર વધુ કરવેરા નાખવામાં આવશે..  પાકિસ્તાનના નાણા મંત્રી ઈશાક દારે સંસદમાં જણાવ્યું કે આઇએમએફ અને પાકિસ્તાનની સરકાર વચ્ચે લોન માટે વિસ્તૃત વાતચીત થઇ છે.. અને નવા નાણાકીય વર્ષ માટે સરકાર 215 અબજ રુપિયાના નવા કરવેરા લાગુ કરશે અને સાથે સાથે સરકારના ખર્ચમાં પણ 85 અબજ રુપિયાનો કાપ મુકવામાં આવશે. 


4. ભારત-અમેરિકાની મિત્રતા વૈશ્વિક કલ્યાણ માટેનું બળ

પીએમ મોદી અમેરિકા અને  ઇજિપ્તની મુલાકાત બાદ ભારત પરત ફર્યા છે.. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આ મુલાકાતના સંદર્ભમાં ટ્વીટ કર્યું છે.. કે ભારત અને અમેરિકાની મિત્રતા પહેલા કરતા પણ વધુ મજબૂત બની છે.. અને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સંબંધોમાંથી એક છે..  તો પીએમ મોદીએ પણ તેમની આ ટ્વીટનો જવાબ આપ્યો અને કહ્યું કે તેઓ પ્રેસિડેન્ટ બાઇડનની આ વાત સાથે સંમત છે.. અને બંને દેશો વચ્ચેની આ મિત્રતા વૈશ્વિક કલ્યાણ માટેનું બળ પૂરું પાડશે


5. વધુ એક ભારતીય વિદ્યાર્થીનું બ્રિટનમાં મોત

બ્રિટનના બર્મિંગહામમાં કેનાલમાંથી એક ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે..શિવકુમાર વિદ્યાર્થી મૂળ તામિલનાડુના કોઇમ્બતૂરનો હતો.. અને તે બર્મિંગહામ ખાતેની એસ્ટન યુનિવર્સિટીમાં ભણતો હતો.. અને મિત્રો સાથે રહેતો હતો.. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.. 


6. નવાઝ બનશે પાકિસ્તાનના પ્રધાનમંત્રી?

પાકિસ્તાનની સંસદે સાંસદપદ માટેના કાયદામાં સુધારો કરી આજીવન અયોગ્યતા રદ કરી છે.. એટલે કે હવે કોઈપણ સાંસદને 5 વર્ષથી વધુ સમય માટે ગેરલાયક ઠેરવી શકાશે નહીં. મીડિયા અહેવાલો મુજબ આનો સીધો ફાયદો નવાઝ શરીફને થશે.. નવાઝ શરીફ લંડનથી પાછા ફર્યા  બાદ ફરી ચૂંટણી લડે એવી પ્રબળ શક્યતાઓ છે.. અને જો તેઓ ફરી ચૂંટણી લડે તો પાકિસ્તાનના વડાપ્રધાન પણ બની શકે છે.. 


7. ઇન્ડિગોની ફ્લાઇટે પાકિસ્તાની એર સ્પેસનો લીધો સહારો

શ્રીનગરથી જમ્મુ જઇ રહેલી ફ્લાઇટને ખરાબ હવામાનને કારણે પાકિસ્તાનની એરસ્પેસનો સહારો લેવો પડ્યો.. ઇન્ડિગો એરલાઇન કંપનીની આ ફ્લાઇટ હતી. શ્રીનગરથી ઈન્ડિગોની એક ફ્લાઇટે બપોરે જમ્મુ માટે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાના અડધા કલાક બાદ ખરાબ હવામાનને કારણે ફ્લાઈટ લગભગ 5 મિનિટ સુધી પાકિસ્તાન એરસ્પેસમાં રહી અને તે પછી તે જમ્મુ તરફ આગળ વધી હતી..  ભારત અને પાકિસ્તાનના વણસેલા સંબંધોને કારણે પાકિસ્તાને તેની એર સ્પેસ બંધ કરી દીધી હતી..જો કે એવો નિયમ છે કે ખરાબ હવામાન હોય ત્યારે કોઇપણ દેશ તેની એર સ્પેસનો ઉપયોગ પર પ્રતિબંધ લગાવી શકે નહિ. આથી આ કિસ્સાઓમાં પાકિસ્તાને તેની એર સ્પેસ આપવી પડે છે.. 


8. ઓબામાએ પોતે મુસ્લિમ દેશો પર હુમલા કર્યા: રાજનાથસિંહ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પીએમ મોદીની અમેરિકાની મુલાકાત વખતે નિવેદન આપ્યું હતું કે ભારતમાં લઘુમતીઓને થઇ રહેલા અન્યાય પર જો પગલા નહિ લે તો તેને નુકસાન થશે.. આ નિવેદન પર  ભારતીય નેતાઓએ પ્રતિક્રિયા આપી છે..  રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે ઓબામાએ ભૂલવું ન જોઇએ કે તમામ સમુદાયના લોકોને  ભારતમાં પરિવારની જેમ રહે છે.. તેમણે પોતે અનેકવાર  મુસ્લિમ દેશો પર હુમલા કરાવ્યા છે.. આ બાબત પણ તેમણે વિચારવી જોઇએ.. 


9. કેન્યામાં આતંકીઓએ 5 લોકોનો લીધો ભોગ

કેન્યાના આતંકવાદી સંગઠન અલ શબાબે કેન્યાના લામૂમાં આતંકી હુમલો કરતા 5 લોકોની હત્યા કરી નાખી હતી.  સોમાલિયામાં અલ કાયદા આતંકવાદી સંગઠન ઘણા સમયથી સક્રિય છે જેની સામે લડવા માટે કેન્યાએ પોતાની સેનાના જવાનોને સોમાલિયા મોકલ્યા હતા..  તેના જવાબમાં અલ શબાબ સંગઠનના આતંકવાદીઓએ કેન્યા પર  હુમલો કરી દીધો


10. ટાઇટનમાં જતા પહેલા હેમિશ હેર્ડિંગને દોસ્તે ચેતવ્યા હતા

દુર્ઘટનાનો શિકાર થયેલી ટાઇટન સબમરિનમાં મૃત્યુ પામેલા 5 લોકોમાંથી એક બ્રિટનના ઉદ્યોગપતિ હેમિશ હાર્ડિંગ પણ હતા.. તેમના મૃત્યુ પછી તેમના એક દોસ્તે ખુલાસો કર્યો છે કે તેમણે  હેમિશ હાર્ડિંગને ચેતવ્યા હતા કે તેઓ સબમરિનમાં ન જાય. તેમણે સબમરિન બનાવનાર ઓશનગેટ કંપનીના સ્થાપકના સલામતી અંગેના વિવાદસ્પદ નિવેદનો હેમિશને બતાવી ચેતવણી આપી હતી કે આ યાત્રા તેમના માટે જોખમી સાબિત થઇ શકે છે પરંતુ તેમણે વાત ન માની. જો તેમણે આ વાત માની લીધી હોત તો આજે તેઓ હયાત હોત



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?