પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરના કારણે પરિસ્થિતી કફોડી બની છે. દેશભરમાં અત્યાર સુધીમાં 1033 લોકોના મોત થઈ ચુક્યા છે, જેમાંથી 119 લોકો તો છેલ્લા 24 કલાકમાં જ માર્યા ગયા છે. દેશના સિંધ, ખૈબર પખ્તૂનખ્વા, બલુચિસ્તાન રાજ્યમાં સ્થિતી ચિંતાજનક છે. પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
14 જુન બાદ ભારે વરસાદથી દેશભરમાં 149 જેટલા પુલ તણાઈ ચુક્યા છે. આ પુલો તણાવાથી કરોડોની માલ-મિલકતનું નુકસાન થયું છે, એનડીએમએના જણાવ્યા પ્રમાણે 3,161 કિલોમીટર માર્ગો તણાઈ ક્ષતીગ્રસ્ત થયા છે. ભારે વરસાદથી દેશભરમાં 6 ડેમ તુટી ગયા છે, તેના કારણે 9 લાખ ઘર સંપુર્ણપણે નષ્ટ થઈ ગયા છે. તે ઉપરાંત 7 લાખથી વધુ પાલતુ પશુઓ પણ માર્યા ગયા છે. ભયાનક પૂરથી લગભગ 5 કરોડ લોકો બેઘર બની ગયા છે. પરિસ્થિતી બેકાબુ બનતા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેના ઉતારવામાં આવી છે.
અન્ય દેશોને રાહત કાર્યો અને ફંડ માટે અપીલJust IN:— Flash floods wreak havoc in Pakistan; 4.6 million people affected: 300,000 homeless; over 1000 dead. 90% crops in sindh province ravaged. pic.twitter.com/Y56DAcy6JM
— South Asia Index (@SouthAsiaIndex) August 26, 2022
પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે ઈસ્લામાબાદ સ્થિત રાજદુતો અને હાઈકમિશનની સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, જાપાન, કુવૈત, યુએઈ, તુર્કી, દક્ષિણ કોરિયા,અમેરિકા,જર્મની, બહેરીન, યુરોપીય યુનિયન,ફ્રાંસ, ઓમાન, કતર, બ્રિટેન અને સાઉદી અરેબિયાના રાજનેતાઓ,રાજદુતો તથા હાઈ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ આ બેઠકમાં દેશમાં પૂરની ભયાવહ સ્થિતી અંગે માહિતી આપી હતી. તેમણે આ દેશો સમક્ષ રાહત કાર્યો અને આર્થિક મદદની અપીલ કરી હતી.