પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી પાકિસ્તાન રેન્જર્સે ધરપકડ કરી તે મામલે દેશની સુપ્રીમ કોર્ટે આકરૂ વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટના સીજેઆઈ ચીફ જસ્ટીસ ઉમર અતા બંદિયાલે એક જ કલાકમાં પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ)ના ચેરમેન ઈમરાન ખાનને કોર્ટ સમક્ષ હાજર કરવાનો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ઈમરાન ખાનની ધરપકડથી ખોટું દ્રષ્ટાંત સામે આવશે. કોર્ટે સવાલ કર્યો કે NABએ કાયદો પોતાના હાથમાં શા માટે લીધો?
Pakistan's Supreme Court directs National Accountability Bureau to produce former prime minister Imran Khan within an hour
— Press Trust of India (@PTI_News) May 11, 2023
સુપ્રીમ કોર્ટે કર્યો આદેશ
Pakistan's Supreme Court directs National Accountability Bureau to produce former prime minister Imran Khan within an hour
— Press Trust of India (@PTI_News) May 11, 2023સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ઈસ્લામાબાદ પોલીસના આઈજી ડો. અકબર નાસિર ખાનને પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાનને સાંજના 4.30 વાગ્યા સુધી રજુ કરાવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાને ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી ઉઠાવી લેવામાં આવ્યા તેને ન્યાયિક સંસ્થાનું મોટું અપમાન ગણાવ્યું હતું. ઈમરાન ખાનની ધરપકડને પડકારનારી પીટીઆઈની અરજી અંગે સુનાવણી કરી રહેલા ત્રણ જજોની આ બેંચે આ ટીપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો અનામત રાખ્યો છે, અને આજે આ મામલે ચુકાદો સંભળાવવામાં આવશે.