શાહબાઝ શરીફ કોરોના સંક્રમિત થયા
અગાવ બે વખત કોરોનની ઝપેટમાં આવી ચુક્યા છે "શરીફ"
આ વાતની પુષ્ટિ પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે ટ્વિટર દ્વારા કરી હતી
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. આ વાતની પુષ્ટિ પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે ટ્વિટર દ્વારા કરી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન છેલ્લા બે દિવસથી અસ્વસ્થ અનુભવી રહ્યા હતા. ડોક્ટરોની સલાહ પર તેમની કોરોનાની તપાસ કરવામાં આવી, ત્યારબાદ તેમનામાં સંક્રમણની પુષ્ટિ થઈ. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ વડા પ્રધાનના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરે.
وزیراعظم شہباز شریف کورونا پازیٹو ہوگئے ہیں۔ دو روز سے طبیعت ناساز تھی۔ ڈاکٹر کے مشورے سے آج کرونا ٹیسٹ کروایا گیا عوام اور کارکنان سے وزیراعظم کی جلد صحت یابی کی دعا کی اپیل ہے۔
— Marriyum Aurangzeb (@Marriyum_A) November 15, 2022
તમને જણાવી દઈએ કે, આ ત્રીજી વખત છે જ્યારે શાહબાઝ શરીફ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. આ પહેલા આ વર્ષે જાન્યુઆરી અને જૂન 2020માં પણ તેને કોરોના સંક્રમિત થયો હતો.
એક દિવસ પહેલા વિદેશ પ્રવાસેથી પરત ફર્યા હતા
તમને જણાવી દઈએ કે, શાહબાઝ શરીફ એક દિવસ પહેલા જ લંડનની મુલાકાત લઈને પાકિસ્તાન પરત ફર્યા હતા. શરીફ પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, PM શહેબાઝને શનિવારે એરપોર્ટ જતા પહેલા તાવ આવ્યો હતો, જેના પગલે તેમણે રવિવારની મુલાકાત મુલતવી રાખી હતી.