પાકિસ્તાનમાં જોરદાર વિસ્ફોટ, 40 લોકોના મોત, 50થી વધુ ઘાયલ, મૃત્યુઆંક વધવાની શક્યતા


  • Published By :
  • Published Date : 2023-07-30 19:19:40

પાકિસ્તાનથી મોટા બોમ્બ બ્લાસ્ટના સમાચાર આવી રહ્યા છે, આ બ્લાસ્ટ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજૌરમાં થયો હતો. પોલીસે જિયો ન્યૂઝને જણાવ્યું કે, રવિવારે બાજૌરના ખારમાં જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F)ના કાર્યકર્તા સંમેલનમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા હતા. પોલીસે એ પણ જણાવ્યું કે 50 થી વધુ લોકો ઘાયલ થયા છે અને મોટી સંખ્યામાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ જિયો ન્યૂઝનો એક કેમેરામેન પણ ઘાયલ થયો છે.


બ્લાસ્ટના વીડિયો વાયરલ 


મિડીયા રિપોર્ટ મુજબ વિસ્ફોટ સંમેલનની અંદર થયો હતો અને કાયદા અમલીકરણ એજન્સીઓએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. બ્લાસ્ટ પછીના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. ઘાયલ અને મૃતકોની સંખ્યા પણ વધી શકે છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સામા ટીવી સાથે વાત કરતા, વરિષ્ઠ JUIF નેતા હાફિઝ હમદુલ્લાએ સરકારને ઘાયલો માટે તાત્કાલિક તબીબી પગલાં સુનિશ્ચિત કરવાની અપીલ કરી હતી.


'આ જેહાદ નથી, આ આતંકવાદ છે'


JUIF નેતાએ કહ્યું, 'આ જેહાદ નથી, આ સાવ આતંકવાદ છે. તેમણે કહ્યું કે, આ પહેલો વિસ્ફોટ નથી જેમાં JUI-Fના કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો હોય. તેમણે બાજૌરમાં અગાઉ થયેલા વિસ્ફોટો અંગે સરકારી સંસ્થાઓના વલણ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. હમદુલ્લાએ સરકારને વિસ્ફોટ પર ધ્યાન આપવા અને ઘટનાની ન્યાયિક તપાસ કરાવવાની અપીલ કરી છે. હાલમાં એ જાણી શકાયું નથી કે આ બ્લાસ્ટ પ્લાન્ટેડ બોમ્બથી થયો હતો કે પછી તે આત્મઘાતી બ્લાસ્ટ હતો.


પાકિસ્તાનમાં આતંકવાદ વધી રહ્યો છે


આ વર્ષે પાકિસ્તાનમાં અનેક વિસ્ફોટ થયા છે, જેમાંથી મોટાભાગના આત્મઘાતી વિસ્ફોટ હતા. છેલ્લા કેટલાક વિસ્ફોટો શિયા મસ્જિદને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. કાબુલમાં તાલિબાન શાસન બાદ TTP જેવા આતંકવાદી સંગઠનો ફરી એકવાર પાકિસ્તાનમાં સક્રિય થયા છે. આ જ કારણ છે કે પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા અને વિસ્ફોટોમાં ઘણો વધારો થયો છે. TTPએ સરકાર સાથેનો તેનો યુદ્ધવિરામ પણ ખતમ કરી દીધો છે, જેના કારણે આવનારા સમયમાં વધુ ઘાતક હુમલાનું જોખમ વધી ગયું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?