બુધવાર રાત્રે પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદની ધરપકડ કરી લેવામાં આવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી ઈમરાન ખાનની હત્યાની સાજિઝ કરી રહ્યા છે. જેને કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે તે જાણકારી મીડિયા રિપોર્ટસ દ્વારા આપવામાં આવી રહી છે. ઈસ્લામાબાદમાં તેમની વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી હતી. શેખ રશીદની સાથે તેમના ભત્રીજાની પણ ધરપકડ કરવામાં આવી છે. શેખ રશીદનો દાવો છે કે રાવલપિંડીમાં તેમના ઘરેથી તેમની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે કરી શેખ રશીદની ધરપકડ
ઈમરાનની સરકારમાં પાકિસ્તાનના ગૃહમંત્રીનું પદ સંભાળનાર શેખ રશીદની ધરપકડ ગુરૂવારે કરવામાં આવી છે. શેખ રશીદ અવામી મુસ્લિમ લીગના વડા છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા રાજા ઈનાયત ઉર રહેમાન દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમાં તેમણે કહ્યું કે શેખ રશીદે તેમના પર આરોપ લગાવ્યો છે કે પુર્વ રાષ્ટ્રપતિ અને પીપીપીના અધ્યક્ષ આસિફ અલી જરદારી ઈમરાન ખાનની હત્યાનું ષડયંત્ર રચી રહ્યા છે. ધરપકડ બાદ રશીદે કહ્યું કે પોલીસે વોરેન્ટ વગર ધરપકડ કરી છે. લગભગ 200 જેટલા પોલીસવાળા ઘરની બારીઓ તેમજ દરવાજા તોડતા હતા. નોકરો સાથે પણ ગેરવર્તન કર્યું હતું. ધરપકડ પાછળ તેમણે શાહબાજ શરીફની સરકારનો હાથ બતાવ્યો.