આર્થિક નાદારીનો સામનો કરી રહેલા પાકિસ્તાનની ફરી એક વખત આંતરરાષ્ટ્રિય સ્તરે ફજેતી થઈ છે. મલેશિયાએ પાકિસ્તાનની સરકારી કંપની PIAનું એક વિમાન જપ્ત કરી લીધું છે.વિમાનને મલેશિયાએ જપ્ત કર્યું તે એક બાઇંગ 777 એરક્રાફ્ટ છે. PIAએ તેને મલેશિયા પાસેથી લીઝ પર લીધું હતું. મીડિયા રિપોર્ટ મુજબ PIAએ 40 લાખ ડોલરનું ચૂંકવણુ ન કરતા મલેશિયાની રાજધાની કુઆલાલંપુરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ વિમાન જપ્ત કરવામાં આવ્યું હતુ.
અગાઉ પણ વિમાન જપ્ત કર્યું હતું
આ પહેલા પણ મલેશિયાએ 27 જાન્યુઆરી 2021ના રોજ પણ આ વિમાનને જપ્ત કર્યું હતું. તે વખતે વિમાનમાં 172 મુસાફરો અને ક્રૂ મેમ્બર હતા. ત્યારે પણ પાકિસ્તાન બાકી રકમ ચૂકવી શક્યું ન હતું. એરક્રાફ્ટને બાદમાં બાકી રકમની ચુકવણીની રાજદ્વારી ખાતરી પર મુક્ત કરવામાં આવ્યું હતું. PIA અધિકારીઓએ હજુ સુધી જપ્તી અને વિવાદને ઉકેલવા માટેના પગલાં અંગે ટિપ્પણી કરવાની બાકી છે. અત્રે ઉલ્લેખનિય છે કે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ હાલમાં ખૂબ જ ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહી છે.