પાકિસ્તાને કોલેજો-યુનિવર્સિટીઓમાં હોળીના તહેવારની ઉજવણી પર લગાવ્યો પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2023-06-21 18:29:05

1. હું મોદીનો ફેન છું: ઇલોન મસ્ક

PM મોદીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન ઇલોન મસ્ક સાથે કરી મુલાકાત, ઇલોન મસ્કે એક મોટું નિવેદન આપતા કહ્યું કે હું મોદીનો ફેન છું.. તેઓ ખરેખર ભારતની ચિંતા કરે છે..મને ખાતરી છે કે ટૂંક સમયમાં ટેસ્લા ભારત આવશે..  પીએમ મોદી મંગળવારે રાત્રે 10 વાગે અમેરિકા પહોંચ્યા હતા.. જ્યાં તેમણે અમેરિકાના 24 જેટલા સેલિબ્રિટીઝ સાથે મુલાકાત કરી હતી... 


2. પાકિસ્તાની અભિનેત્રી નૈમલ ખાવર થઇ ટ્રોલ

પાકિસ્તાની અભિનેત્રી નૈમલ ખાવરને પાકિસ્તાની સોશિયલ મીડિયા ખૂબ જ ટ્રોલ કરી રહ્યું છે.. અભિનેત્રીએ હાલમાં જ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.. જેને કારણે તે ટ્રોલર્સનો શિકાર બની..નૈમલ ખાવર પાકિસ્તાની શો અના થી લોકપ્રિય બની હતી,..જે ત્યાંની ચેનલ હમ ટીવી પર પ્રસારિત થાય છે.. 


3. ચીન પાકિસ્તાનમાં 3.48 અબજ ડોલરનું રોકાણ કરશે

ચીન અને પાકિસ્તાન વચ્ચે અબજો ડોલરની પરમાણુ સંધિ થઇ છે..  પાકિસ્તાની મીડિયા જિયો ન્યુઝના એક અહેવાલ મુજબ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે પરમાણુ ઉર્જા પરિયોજના બંને દેશો વચ્ચે આર્થિક સહયોગને મજબૂત  બનાવશે..આર્થિક સંકટના માહોલમાં પણ ચીન પાકિસ્તાનમાં 3.48 અબજ ડોલરનું રોકાણ કરવા જઇ રહ્યું છે.. જે દર્શાવે છે કે ચીન અને પાકિસ્તાનની દોસ્તી કેટલી ગાઢ છે.. 


4. કેનેડામાં ગુજરાતી યુવકનો મૃતદેહ મળ્યો

કેનેડા પોલીસને મેનિટોબા પ્રાંતમાં અસિનિબોઇન નદી પાસે એક ગુજરાતી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે...વિષય પટેલ નામનો આ યુવક ઘણા દિવસથી લાપતા હતો... જેને લઇને તેના માતા-પિતાએ ફરિયાદ પણ નોંધાવી હતી. કેનેડાની બ્રેન્ડન પોલીસ તેની શોધખોળ કરી રહી હતી.. મૃતદેહ મળ્યા બાદ પોલીસ વધુ તપાસ કરી રહી છે.. 


5. ભારતે ખૂંખાર આતંકવાદીનો ઓડિયો સંભળાવ્યો

સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુનાઇટેડ નેશન્સની સુરક્ષા પરિષદમાં અમેરિકાએ લશ્કરે-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો.. સાજિદ મીર ભારતમાં 26 નવેમ્બર 2008ના આતંકી હુમલાઓનો માસ્ટર માઇન્ડ છે.. અને મોસ્ટ વોન્ટેડ ખૂંખાર આતંકવાદીઓની યાદીમાં તેનું નામ સામેલ છે.. ભારતે પોતાનો પક્ષ રજૂ કરતા યુએન એસેમ્બલીમાં આંતકવાદીનો ઓડિયો સંભળાવ્યો હતો..આ ઓડિયો ક્લીપમાં તે આંતકીઓને સૂચના આપી રહ્યો છે કે જ્યાં પણ લોકો દેખાય ત્યાં ફાયર કરો.. જો કે ચીન આતંકીઓને બચાવી રહ્યું છે...યુનાઇટેડ નેશન્સની બેઠકમાં ચીને વિટો પાવરનો યુઝ કરી આ પ્રસ્તાવ પર રોક લગાવી છે.. 


6. પાકિસ્તાનમાં હોળી ઉજવવા પર પ્રતિબંધ

પાકિસ્તાનમાં લઘુમતીઓને અન્યાયની વધુ એક ઘટના બની છે.. યુનિવર્સિટીઓમાં હોળી ઉજવવા પર પ્રતિબંધનો આદેશ આપવામાં આવ્યો છે.. પાકિસ્તાનના ઉચ્ચ શિક્ષણ આયોગે નિવેદન આપ્યું છે કે હોળીનો તહેવાર ઇસ્લામની સંસ્કૃતિ વિરુદ્ધ છે.. અને પાકિસ્તાનના સામાજીક અને સાંસ્કૃતિક મૂલ્યોની વિરુદ્ધ છે.. અને આ મૂલ્યોનું પાલન થાય તે માટે વિદ્યાર્થીઓને હોળી ઉજવવા પર પ્રતિબંધ મુકાયો છે... 


7. મોરોક્કોએ સહારાના રણમાં સોલર પ્લાન્ટ ઉભો કર્યો

મોરોક્કોએ સહારાના રણમાં વિશ્વનો સૌથી મોટો સોલર  પ્લાન્ટ તૈયાર  કર્યો છે.. આ સોલર પ્લાન્ટમાં એક અનોખી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.. જેમાં સૂર્યપ્રકાશ ન હોય ત્યારે પણ આ પ્લાન્ટમાંથી વીજળી પેદા થઇ શકશે.. સહારાના રણમાં 3000  એકર જમીન પર આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે.. અને અંદાજે 580 મેગાવોટ વીજળીનું આ પ્લાન્ટમાં ઉત્પાદન થશે 


8. જો બાઇડનનો પુત્ર જેલભેગો થશે?

અમેરિકાના રાષ્ટ્ર્પ્રમુખ જો બાઇડનના પુત્ર હંટર  પર ટેક્સચોરી અને ગેરકાયદે શસ્ત્રો રાખવાનો આરોપ મુકાયો છે.. હંટર બાઇડને આ આરોપોની કબૂલાત પણ કરી દીધી છે.. જો કે આ મામલે  વ્હાઇટ હાઉસ તરફથી કોઇ સત્તાવાર  નિવેદન આવ્યું નથી.. 


9. પાક.સેનાની ટેન્કો કાટ ખાઇ રહી છે

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાને એક ઇન્ટરવ્યુમાં નિવેદન આપ્યું છે.. કે પાકિસ્તાનની સેનાના પૂર્વ આર્મી ચીફ જનરલ બાજવાએ તેમને કહ્યું હતું કે પાકિસ્તાનની સેના ભારત સાથે યુદ્ધ માટે તૈયાર નથી. મેં જનરલ બાજવાને વધારે છૂટ આપી ત્યારથી દેશમાં તકલીફોની શરૂઆત થઈ હતી.  પાકિસ્તાની સેના કમજોર થઈ ગઈ છે, ટેન્કો કાટ ખાઈ રહી છે અને ફ્યુલની પણ તંગી છે. આ બધી વાતોની ચર્ચા તેમણે મીડિયા સાથે પણ કરી જ્યારે મારી સરકાર આવી ત્યારે અમારી વચ્ચે શરૂ શરૂમાં તાલમેલ હતો પંરતુ થોડા સમય બાદ તેમણે પલટી મારી અને વિરોધીઓ પાસે જઇને બેસી ગયા 


10. હોન્ડુરાસમાં જેલમાં કેદ મહિલાઓ વચ્ચે હિંસા, 41ના મોત

અમેરિકાના હોન્ડુરાસમાં મહિલાઓ માટેની જેલમાં ગેંગ ફાઈટની ઘટના બની છે.. જેમાં 41 કેદીઓના મોત થયા છે.. આ ગેંગ વોરનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે..  અંદાજે 25 જેટલી મહિલાઓને ગેંગ ફાઇટમાં જીવતી સળગાવી દેવાઇ છે જ્યારે 15 ગોળી લાગવાને કારણે મૃત્યુ પામી છે.. પોલીસ ઘટનાના કારણોની તપાસ કરી રહી છે.. જેલમાં કેટલીક ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી હતી જેના કારણે મહિલા કેદીઓ વચ્ચે ઉગ્ર વિવાદ થયો.. અને તેમાંથી હિંસા ભડકી, 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?