પાકિસ્તાનમાં મોંઘવારીએ જુના તમામ રેકોર્ડ તોડ્યા, લિટર દુધના 210, કિલો ચિકનના 1100 રૂપિયા


  • Published By :
  • Published Date : 2023-02-13 16:57:28

પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે આખરે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સમક્ષ ઝુકી ગયા છે. શાહબાઝ સરકાર IMF સાથે વાતચીતમાં કોઈ શરત સ્વીકારવા તૈયાર નહોતી. પરંતુ હવે ટીમના પાકિસ્તાન છોડતાની સાથે જ તેણે દરેક શરત પર પોતાની સંમતિ દર્શાવવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રીય કેબિનેટે રવિવારે પાવર સબસિડી નાબૂદ કરીને વીજળીના ભાવમાં વધારાને મંજૂરી આપી હતી. IMFની શરતોમાં વીજળી સહિતની વિવિધ સબસિડી હટાવવાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની કેબિનેટે વર્ચ્યુઅલ રીતે વાતચીત પહેલા IMFને ખુશ કરવા માટે આ નિર્ણય લીધો છે. આ સિવાય પાકિસ્તાનમાં દૂધ 230 રૂપિયામાં અને ચિકન 1100 રૂપિયામાં મળે છે.


પાકિસ્તાનમાં દૂધના ભાવ આસમાને


સરકારે માર્ચ 2023થી નિકાસકારોને આપવામાં આવતી 65 અબજ રૂપિયાની પાવર સબસિડી નાબૂદ કરવાની પણ મંજૂરી આપી છે. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાની ઉદ્યોગો પર ઘણું દબાણ હશે. પરંતુ એવું નથી કે મોંઘવારી માત્ર વીજળી પર જ દેખાય છે. પાકિસ્તાનમાં વીજળીની સાથે અન્ય વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. પાકિસ્તાનમાં દૂધના ભાવ 210 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જો તેને ભારતીય ચલણમાં જોવામાં આવે તો તેની કિંમત 65 રૂપિયા પ્રતિ લીટર છે.


ચિકનના ભાવમાં વધારો થયો છે


દૂધ ઉપરાંત ચિકનના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં પાકિસ્તાનમાં ચિકનના ભાવમાં 30-40 રૂપિયાનો વધારો થયો છે. ફેબ્રુઆરીના શરૂઆતના મહિનાની વાત કરીએ તો ચિકનનો ભાવ 390-440 રૂપિયા પ્રતિ કિલો હતો. જ્યારે જાન્યુઆરીમાં તે રૂ.380-420ની આસપાસ વેચાઈ રહ્યું હતું. પરંતુ હવે ચિકન 700-780 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા તેની કિંમત 620-650 રૂપિયા પ્રતિ કિલો હતી. બોનલેસ પીસની વાત કરીએ તો તે 1000-1100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.