આર્થિક નાદારીની સ્થિતીએ આવી ગયેલું પાકિસ્તાન હજુ પણ કાશ્મિરનો રાગ આલાપી રહ્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે ફરી કાશ્મીરનો ઉલ્લેખ કર્યો છે. રવિવારે કાશ્મીર સોલિડેરટી ડે મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે જોરદાર ભાષણ કર્યું હતું.
શરીફે જિન્નાહને યાદ કર્યા
શહબાઝ શરીફે કહ્યું કે કાશ્મિરના મુદ્દે તમામ પક્ષોએ મતભેદો ભૂલાવીને એકસાથે આવવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાહે પણ કાશ્મિરને પાકિસ્તાનની દુ:ખતી રગ કહી હતી. તેમણે અફસોસ સાથે કહ્યું કે સમાજ આ મુદ્દે પણ વહેંચાયેલો છે અને આ મુદ્દે પણ એક થતો નથી.
કાશ્મીરની આઝાદી માટે સમર્થન
પાકિસ્તાનના પીએમએ કાશ્મીરને ખુલ્લી જેલ ગણાવી હતી, તેમણે કહ્યું કે પાકિસ્તાન હંમેશા કાશ્મીરની આઝાદીનું સમર્થન કરતું રહેશે અને તેને નૈતિક અને રાજનૈતિક સમર્થન આપતું રહેશે.