પાકિસ્તાન આર્થિક નાદારીની દિશામાં છે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને તેમના જ દેશને લઈને ગંભીર ચેતવણી આપી છે. ઈમરાન ખાને કહ્યું છે કે જો પાકિસ્તાનને આઈએમએફ તરફથી લોન નહીં મળે તો દેશ ડિફોલ્ટ થઈ જશે. ઈમરાનની આ ચેતવણીને પૂર્વ વિશેષ સલાહકાર ડોક્ટર સાનિયા નિશ્તરનું પણ સમર્થન મળ્યું છે.
લાખો લોકોએ દેશ છોડ્યો
ઈમરાન ખાને દેશના પીએમ શાહબાઝ શરીફની સરકારને નિશાન બનાવતા કહ્યું કે સરકારની ખોટી નિતીઓના કારણે 7.5 લાખ લોકો દેશ છોડીને પલાયન થઈ ગયા છે. દેશમાં વ્યાપાર- ઉદ્યોગ ઠપ થઈ ગયા છે. મોંઘવારી આસમાને પહોંચી છે. તેમણે દેશવાસીઓને દેશ ન છોડવાની પણ અપીલ કરી હતી.
દેશની આર્થિક સ્થિતી મુદ્દે બેઠક
પાકિસ્તાનની છેલ્લી આશા આઈએમએફ તરફથી મળનારૂ બેલઆઉટ પેકેજ છે. પાકિસ્તાનો વિદેશી નાણા ભંડાર સતત ઘટી રહ્યો છે. મોંઘવારી એટલી વઘી છે કે સામાન્ચ માણસ માટે જીવવું મુ્શ્કેલ બન્યું છે. ગત શુક્રવારે નેશનલ સિક્યુરીટીની બેઠક મળી હતી. આ બેઠકમાં સરકારના સિનિયર મંત્રીઓ અને ટોપ મિલિટરી ઓફિસર્સને આર્થિક મોરચે વધી રહેલી મુશ્કેલીઓ અંગે જણાવવામાં આવ્યું હતું. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ પ્રમાણે નાણા મંત્રાલયને મોંઘવારી અને વિદેશી મુદ્દા દરને ઓછા રાખવા સામે ઝઝુમવું પડી રહ્યું છે.