પાકિસ્તાનની મિલિટરી ઇન્ટેલીજન્સની રિપોર્ટમાં ખુલાસો, શાહબાઝે જ રચ્યું હતું રમખાણોનું ષડયંત્ર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-26 21:37:39


1. બ્રિટનના પ્રધાનમંત્રીની સુરક્ષામાં ગંભીર ચૂક

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકની સુરક્ષામાં એક અતિગંભીર ખામી સર્જાઇ હોવાના અહેવાલ છે.. લંડનની ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે આવેલા ઘરના દરવાજા સાથે પૂરપાટ ઝડપે આવતી એક સફેદ રંગની કાર અથડાઇ. આ અથડામણ સમયે ઋષિ સુનક ઘરમાં હાજર હતા..ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.. પોલીસે ડાઉનિંગ સ્ટ્રીટ તરફ જતો રસ્તો બંધ કરી આરોપી કારચાલકની ધરપકડ કરી લીધી છે.. 


2. ટ્રમ્પની બીજી આવૃત્તિ લડશે ચૂંટણી!

અમેરિકામાં આવતા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. જે માટે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લીકન પાર્ટીના ઘણા ઉમેદવારોએ પોતાની ઉમેદવારીની જાહેરાત  કરી હતી..આ રેસમાં હવે ટ્રમ્પના સૌથી મોટા હરિફનું નામ જોડાયું છે. ફ્લોરિડાના ગવર્નર રોન ડી સેન્ટિસે ટ્વીટર પર આ અંગેની જાહેરાત કરી હતી જો કે તેમની જાહેરાત  દરમિયાન ટ્વીર ક્રેશ થઇ ગયું હતું.. જેની અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને સોશિયલ મીડિયા પર  મજાક ઉડાવી હતી..  રોન ડિ સેન્ટીસ ફલોરિડામાં તેમના નિર્ણયોને  લઇને વિવાદનો સામનો કરી ચૂક્યા છે.. તેમણે હાલમાં જ ફલોરિડામાં 6 અઠવાડિયા બાદના ગર્ભપાત પર  પ્રતિબંધ મુક્યો હતો ઉપરાંત તેઓ LGBTQ+ સમુદાય પ્રત્યે પણ કડક વલણ ધરાવે છે..


3. લોઇડ ઓસ્ટિન આવશે ભારત

અમેરિકાના રક્ષામંત્રી લોઇડ  ઓસ્ટિન  આવતા મહિને ભારતની મુલાકાતે આવશે.. જ્યાં તેઓ સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને અન્ય  નેતાઓ સાથે દિલ્લીમાં મુલાકાત કરસે..  સંરક્ષણ મુદ્દે ભારત  અને અમેરિકાના સંબંધો મજબૂત કરવા અંગે બન્ને વચ્ચે ચર્ચા થશે..જાન્યુઆરી 2021માં ચાર્જ સંભાળ્યા બાદ ઓસ્ટિનની આ બીજી ભારત મુલાકાત હશે..



4. ઇમરાને સરકારને કહ્યુ, થેન્કયું !

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન ફરી મુશ્કેલીમાં મુકાયા છે.. ઇમરાન ખાન અને તેમના પત્ની બુશરા બીબીને સરકાર દ્વારા નો ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે.. એટલે કે દેશ છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.. આ ઉપરાંત તેમની સાથે તેમની પાર્ટી તહરિક-એ-ઇન્સાફના 80 સભ્યોને પણ આ લિસ્ટમાં સામેલ  કરવામાં આવ્યા છે.. ઇમરાન ખાને આ ઘટના પર પોતાનું નિવેદન પણ આપ્યું છે અને દાવો કર્યો છે કે પ્રતિબંધ મુકવા બદલ આભાર પણ દેશ છોડીને ભાગવાની મારી  કોઇ યોજના નહોતી, દેશની બહાર મારી કોઇ પ્રોપર્ટી કોઇ બેક અકાઉન્ટ નથી


5. પાકિસ્તાનની સરકારે જ કરાવ્યા હુમલા?

પાકિસ્તાનમાં 9 મી મે ના રોજ ઇમરાન ખાનની ધરપકડ અને તે પછી આખા દેશમાં થયેલા રમખાણો અંગે પાકિસ્તાનની મિલિટરી ઇન્ટેલીજન્સે તપાસ કરી હતી જેમાં ઘટસ્ફોટ થયો છે કે આ હુમલાઓ શરીફ સરકારનું જ  કાવતરુ હતું, સૈન્ય મથકો પર જે હુમલાઓ કરવામાં આવ્યા તે શાહબાઝ શરીફ સરકારના ઇશારે જ કરવામાં આવ્યા  હતા. જેથી ઇમરાન ખાન અને તેમના પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પર પ્રતિંબંધ મૂકાઇ શકે અને સરકાર પોતાના ધારાધોરણો મુજબ ચૂંટણી કરાવી શકે. 


6. જાપાનમાં ધ્રુજી ધરતી

જાપાનના ટોકિયોમાં ફરીવાર ધરતી ધ્રુજી..  ટોકિયોના પૂર્વ ભાગમાં આવેલા ચીબા અને ઇબારાકીમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો..  જાપાનના એક સ્થાનિક અખબારના રિપોર્ટ  મુજબ આ ભૂકંપમાં કોઇ જાનહાનિ થઇ નથી પરંતુ હજુ પણ આફટર શોક્સની અસર આ વિસ્તારમાં અનુભવાઇ રહી છે.. 



7.  રશિયન મિસાઇલ્સે દવાખાનું ઉડાવ્યું

યુક્રેનના નીપ્રોમાં આવેલા એક દવાખાના પર  રશિયન મિસાઇલનો હુમલો થતા 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે.. અને એક  વ્યક્તિનું મોત થયું છે.. ઘટના બાદ સ્થાનિક  અધિકારીઓ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી..આ ઘટનાનો વીડિયો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પોતાના  ટ્વીટર એકાઉન્ટ પર મુકી હુમલાની નિંદા કરી છે..  


8. ચાલુ ફ્લાઇટમાં પેસેન્જરની હરકતે ઉડાવ્યા હોશ!

દક્ષિણ કોરિયાના સેઉલમાં ચાલુ ફ્લાઇટે વિમાનની ઇમરજન્સી એક્ઝિટનો દરવાજો એક પેસેન્જરે અચાનક ખોલી નાખતા અફરાતફરી મચી હતી.. ઇમરજન્સી એક્ઝિટ પાસે જે પ્રવાસી બેઠો હતો તેણે ઓચિંતા જ બારણું ખોલી નાખ્યું હતુ જે પછી કેબિન ક્રૂ મેમ્બરો દોડી આવ્યા અને બારણું બંધ કરી દીધું હતું.. આ ઘટનાને  પગલે 12 મુસાફરોને શ્વાસની તકલીફ ઉભી થવા લાગી હતી અને ફ્લાઇટ લેન્ડ થયા બાદ તેમને હોસ્પીટલ લઇ જવાયા હતા..જ્યારે બારણું ખોલનાર યાત્રીને પોલીસ હવાલે કરી દેવાયો છે.. 


9. કરોડોમાં ખરીદાઇ ટીપુ સુલતાનની તલવાર

18મી સદીમાં બનેલી ટીપુ સુલતાનની તલવાર  લંડનના એક ઓક્શન હાઉસમાં 143 કરોડ રૂપિયામાં વેચાઇ છે.. ટીપુ સુલતાનના મોત બાદ તેના મૈસુરમાં આવેલા મહેલમાં ઘણી લૂંટફાટ થઇ હતી જેમાં.. આ તલવાર પણ  તેના  મહેલના ખાનગી ઓરડામાંથી નીકાળી લેવામાં આવી હતી..જે બાદમાં બ્રિટિશ આર્મી ઓફિસર મેજર જનરલ ડેવિડ બાયર્ડને ટોકન તરીકે ભેટમાં આપવામાં આવી હતી. અને ત્યાંથી તે લંડનના ઓક્શન હાઉસમાં પહોંચી હતી


10. ભારતની મુલાકાતે 'પ્રચંડ'

નેપાળના પ્રધાનમંત્રી પુષ્પકમલ દહલ પ્રચંડ  31 મેના રોજ ભારત આવી રહ્યા છે.. તેઓ ગત વર્ષે જ નેપાળના પ્રધાનમંત્રી બન્યા હતા.. જે બાદ  તેઓ પહેલીવાર વિદેશ યાત્રા કરી રહ્યા છે.. નેપાળના એક અખબાર કાંતિપુર ડેલી મુજબ  આ યાત્રાથી નેપાળ અને ભારતના સંબંધો મજબૂત બનશે અને બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ પર  ચર્ચા થશે.. -



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...