પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું કે તેઓ હવે તેમને સત્તા પરથી હટાવવા માટે અમેરિકાના વહીવટીતંત્રને “દોષ” આપતા નથી. તેમણે કહ્યું કે અમેરિકા સાથે અમારો સંબંધ માલિક અને નોકર જેવો છે. પાકિસ્તાનનો ઉપયોગ ભાડાની બંદૂક તરીકે થયો છે. ભૂતપૂર્વ વડા પ્રધાન કે જેમણે સતત એક જ વાતનો પ્રચાર કર્યો છે કે તેમને વિદેશી ષડયંત્રના કારણે હટાવવામાં આવ્યા હતા. ઈમરાન હવે કહે છે કે તે વોશિંગ્ટન અને ઈસ્લામાબાદ વચ્ચે "ગૌરવપૂર્ણ" સંબંધ ઈચ્છે છે.
ઈમરાન ખાને અમેરિકા વિશે શું કહ્યું?
ફાઈનાન્સિયલ ટાઈમ્સે રિપોર્ટ મુજબ ઈમરાન ખાન સામે થયેલા કથિત કાવતરામાં અમેરિકાની ભૂમિકા અંગેની તેમની અગાઉની ટિપ્પણીઓનો ઉલ્લેખ કરતા હતા. જો કે આજે ઈમરાન ખાને કહ્યું છે કે, "જ્યાં સુધી મારો સવાલ છે, તો તે બધુ હવે સમાપ્ત થઈ ગયું છે, હવે તે મારા માટે ભૂતકાળ બની ગયું છે," ઈમરાન આગળ કહે છે, "અમેરિકા સાથે અમારો સંબંધ માલિક અને નોકર જેવો છે. અમારો ઉપયોગ ભાડાની બંદૂકો તરીકે કરવામાં આવ્યો છે, પરંતુ આ માટે હું અમેરિકા કરતાં અમારી સરકારોને વધુ દોષી માનું છું."