પાકિસ્તાનમાં પાર્લામેન્ટની ચૂંટણી માટેનું પ્રચાર અભિયાન જોર પર છે. આ વખતે સત્તામાં આવવાના મજબુત દાવેદાર નવાઝ શરીફ મનાય છે. નવાઝ શરીફની પાર્ટી PMLN સતત રેલીયો કરી રહી છે. નવાઝ શરીફની સાથે તેમની પુત્રી મરિયમ નવાઝ અને ભાઈ શાહબાઝ શરીફ પણ જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. નવાઝ શરીફે આજે મંગળવારે લાહોરમાં રેલી યોજી હતી, આ રેલીમાં કાંઈક એવું થયું કે દુનિયાભરમાં તેની ચર્ચા થઈ રહી છે.નવાઝ શરીફની આ રેલીમાં સિંહ અને વાઘ પણ લાવવામાં આવ્યા હતા.
#Pakistan 'Real lion' brought for Former PM Nawaz Sharif's election rally in Lahore. On Tuesday evening, Nawaz Sharif and Maryam Nawaz will lead a public rally in NA-130 constituency, from where PML-N supremo #NS will contest general elections slated for February 8. The tiger was… pic.twitter.com/NYd876rARD
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) January 23, 2024
સિંહ છે PMLN પાર્ટીનું ચૂંટણી પ્રતિક
#Pakistan 'Real lion' brought for Former PM Nawaz Sharif's election rally in Lahore. On Tuesday evening, Nawaz Sharif and Maryam Nawaz will lead a public rally in NA-130 constituency, from where PML-N supremo #NS will contest general elections slated for February 8. The tiger was… pic.twitter.com/NYd876rARD
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) January 23, 2024લાહોરમાં આવતી નેશનલ એસમ્બલીની સીટ-130માં મંગળવારે પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફે ચૂંટણી રેલી યોજી હતી. નવાઝ શરીફ અને મરિયમની આ જાહેર રેલીમાં પિંજરામાં બંધ સિંહે ગજબનું આકર્ષણ જણાવ્યું હતું. એક ગાડીમાં લાવવામાં આવેલા સિંહને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રેલીમાં લાવવામાં આવેલા આ સિંહનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકો આ સિંહ સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. રેલીમાં સિંહ લાવવાનું એક કારણ એ છે કે સિંહ નવાઝ શરીફની પાર્ટી PMLN નું ચૂંટણી પ્રતિક સિંહ છે. જેથી પાર્ટીના કાર્યકરો સાચા સિંહ રેલીમાં લઈને આવ્યા હતા.ઉલ્લેખનિય છે કે આ રેલી માટે વાઘ પણ લાવવામાં આવ્યો હતો પણ વાઘને લાવવા દરમિયાન વાઘ ઘાયલ થઈ ગયો હતો તેથી તેને પાછો મોકલી દેવામાં આવ્યો હતો.