પાકિસ્તાનનો અનોખો રેકોર્ડ, 1958થી અત્યાર સુધીમાં IMF પાસેથી 23 વખત મેળવ્યું બેલઆઉટ પેકેજ


  • Published By :
  • Published Date : 2023-02-26 18:44:14

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) તરફથી 23 વખત બેલઆઉટ પેકેજ મેળવ્યું છે, હવે તે કથિત રીતે બીજા બેલઆઉટની તૈયારી કરી રહ્યું છે. વર્તમાન બેલઆઉટ પ્રોગ્રામમાંથી તેને હજી છેલ્લો હપતો બાકી છે. આઝાદી પછી દર સાડા ત્રણ વર્ષમાં પાકિસ્તાને આ મોટું બેલઆઉટ મેળવ્યું છે. તે નિષ્ફળ રાજ્ય અથવા અર્થતંત્રનો સંકેત તો ચોક્કસપણે કહીં શકાય.


આકરી શરતો પર લોન મેળવી


શેષ 1 બિલિયન ડોલર સુધી પહોંચવા માટે નક્કી કરાયેલી શરતો અનિષ્છાએ સ્વીકારી લીધી છે. પ્રધાનમંત્રી શહેબાઝ શરીફે શુક્રવારે કહ્યું, કે અમે અનિષ્છાએ આ શરતોનું પાલન કરવું પડશે.  શરીફ પાસે તેનો કોઈ વિકલ્પ પણ નથી. તેમના દેશનું વિદેશી અનામત ભંડોળ ઘટીને 3 અબજ ડોલર જેટલું રહી ગયું છે, જે પાકિસ્તાન માટે ત્રણ સપ્તાહના આયાત માટે પુરતું છે, જો કે ત્યાર બાદ પરિસ્થિતી શું થશે તે જોવાનું છે.


1958માં પ્રથમ બેલઆઉટ પેકેજ  


વર્તમાના આર્થિક ગડબડમાંથી બહાર નીકળવા માટે પાકિસ્તાનને બીજા બેલઆઉટ પેકેજની જરૂર પડી શકે છે અને એવા રિપોર્ટ છે કે નવી માંગ આવી રહી છે. ડિસેમ્બર 1958માં, જનરલ અયુબ ખાન દ્વારા કરાયેલા સૈન્ય બળવાના બે મહિના બાદ IMF બેલઆઉટ પેકેજ પછી 25 મિલિયન ડોલરથી શરૂ થયું હતું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?