આર્થિક નાદારીની સ્થિતી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાન માટે રાહતના સમાચાર આવ્યા છે. આંતરરાષ્ટ્રિય નાણા ભંડોળ (IMF)ના એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક મળી અને પાકિસ્તાનને રાહત પેકેજને મંજૂરી આપી. 1.17 અબજ ડોલરના 7માં અને 8માં તબક્કા એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી (EFF) પ્રોગ્રામ હેઠળ આપવામાં આવશે. વિદેશી હૂંડિયામણની અછતનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે આ મોટી રાહત છે. વોશિંગ્ટનમાં IMF એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં આ સંબંધિત નિર્ણય લેવામાં આવ્યો છે.
1.17 અબજ ડોલરનું પેકેજ
પાકિસ્તાનના નાણા મંત્રી મિફ્તાહ ઈસ્માઈલે કહ્યું કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના બોર્ડે EFF પ્રોગ્રામ હેઠળ રાહત પેકેજને મંજૂરી આપી છે. મિફ્તાહ ઈસ્માઈલે ટ્વીટ કર્યું, “આપણને હવે 1.17 અબજ ડોલરનો 7મો અને 8મો હપ્તો મળશે. કઠિન નિર્ણયો લેવા અને પાકિસ્તાનને ડિફોલ્ટથી બચાવવા માટે હું વડા પ્રધાન શાહબાઝ શરીફનો આભાર માનું છું. હું રાષ્ટ્રને અભિનંદન આપવા માંગુ છું.
Alhamdolillah the IMF Board has approved the revival of our EFF program. We should now be getting the 7th & 8th tranche of $1.17 billion. I want to thank the Prime Minister @CMShehbaz for taking so many tough decisions and saving Pakistan from default. I congratulate the nation.
— Miftah Ismail (@MiftahIsmail) August 29, 2022
2019માં IMF સાથે થઈ હતી ડીલ
Alhamdolillah the IMF Board has approved the revival of our EFF program. We should now be getting the 7th & 8th tranche of $1.17 billion. I want to thank the Prime Minister @CMShehbaz for taking so many tough decisions and saving Pakistan from default. I congratulate the nation.
— Miftah Ismail (@MiftahIsmail) August 29, 2022પાકિસ્તાન અને IMF વચ્ચે જુલાઈ 2019માં 6 અબજ ડોલરની ડીલ થઈ હતી, જે વર્ષ 2020માં પાટા પરથી ઉતરી ગઈ હતી. ગયા વર્ષે માર્ચમાં તેને અમુક અંશે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. ઈમરાન ખાનની સરકારને પછાડ્યા બાદ શાહબાઝ શરીફ સરકારે ફરી એકવાર આ ડીલને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો. IMFએ પણ 2023 સુધીમાં દેવું વધારીને 7 અબજ કરવાની જાહેરાત કરી છે.
શાહબાઝે ઈમરાન પર સાધ્યું નિશાન
IMFના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર એન્ટોનેટ સાઈહે એક નિવેદનમાં જણાવ્યું કે, "યુક્રેન યુદ્ધ અને દેશની અંદરના પડકારોથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ છે." IMFની બેઠક પહેલા વડાપ્રધાન શાહબાઝ શરીફે રવિવારે પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ પર નિશાન સાધતા કહ્યું કે તે IMF સાથેના કરારને તોડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું હતું કે સ્વકેન્દ્રી રાજનીતિ દેશ માટે સારી નથી.