પાકિસ્તાનની હાલત પહેલાથી જ ખરાબ ચાલી રહી છે ત્યારે દેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી (General Election in Pakistan) ના ભારે ભરખમ ખર્ચે દેશના અર્થતંત્ર (Pakistan Economy)ની કમર તોડી નાખી છે. પાકિસ્તાન ઈલેક્શન કમિશન (Pakistan Election Commission)ના આંકડા મુજબ સામાન્ય ચૂંટણી 2024 અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી છે. આ ચૂંટણીમાં 42 અબજ રૂપિયા જેટલો ખર્ચ થવાનું પાકિસ્તાન ચૂંટણી પંચનું અનુમાન છે. જે ગત સામાન્ય ચૂંટણીથી 26 ટકા વધુ છે. જો સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓના ખર્ચને ઉમેરવામાં આવે તો કુલ ખર્ચનું અનુમાન 49 અરબ રૂપિયા સુધી પહોંચી શકે છે.
અનુમાનથી વધુ ખર્ચ
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી (Election in Pakistan) 8મી ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને આજે તેના પરિણામો આવી રહ્યા છે. સામાન્ય ચૂંટણીઓ માટે પ્રારંભિક બજેટ 42 અબજ રૂપિયા રાખવામાં આવ્યું હતું, જેને તે વર્ષ 2018ની ચૂંટણી કરતાં 26 ટકા વધુ મોંઘું હોવાની સાથે-સાથે પાકિસ્તાનના ઇતિહાસમાં સૌથી મોંઘું બનાવે છે. ચૂંટણીના બજેટમાં સૌથી વધુ ખર્ચ બેલેટ પેપર છાપવા, સુરક્ષા માટે એજન્સીઓની તૈનાતી અને મતદાન સ્ટાફના પેમેન્ટ પાછળ ખર્ચવામાં આવ્યો છે.
પાકિસ્તાન પર કેટલું દેવું છે?
પાકિસ્તાનમાં ચૂંટણી પર જેટલું ખર્ચ કરવામાં આવી રહ્યું છે જેનાથી વધુ તો દેવું છે. પાકિસ્તાનમાં IMF પાસેથી જ 3 બિલિયન ડૉલરની લોન માંગી છે, જેમાંથી તેને 1.9 બિલિયન ડૉલર મળી ચુક્યા છે અને 1.2 બિલિયન ડૉલર બાકી છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના જણાવ્યા અનુસાર, 30 જૂન, 2023 સુધી પાકિસ્તાનનું દેવું અને જવાબદારીઓ 56.21 ટ્રિલિયન રૂપિયા હતી, ત્યારબાદ IMFએ 70 કરોડ ડોલરની લોન આપી છે.