કંગાળ થઈ ચુકેલા પાકિસ્તાનને લઈ અમેરિકાની પ્રખ્યાત થિંક ટેન્ક યુનાઈટેડ સ્ટેટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ પીસએ મોટી ચેતવણી આપી છે. USIPએ કહ્યું છે કે પાકિસ્તાન હાલના સમયે ઈતિહાસના સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. તેણે ચેતવણી આપી છે કે તેને એ વાતનો વાસ્તવિક ખતરો છે કે પાકિસ્તાન ડિફોલ્ટ થઈ શકે છે. થિંક ટેન્કએ કહ્યું કે દેશમાં મોંઘવારી ચરમ પર છે, અને રાજનીતિક સંકટ તથા આતંકવાદ વધી રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાને 130 અબજ ડોલરનું વિદેશી દેવું ચૂકવવાનું છે.
There is a real danger that #Pakistan could default on its debt, which could lead to intensifying political turmoil amid already surging terrorism. Shahbaz Rana breaks down the situation: https://t.co/M3eWFPezIV
— U.S. Institute of Peace (@USIP) April 6, 2023
77.5 અબજ ડોલરની લોન ચૂકવવાની બાકી
There is a real danger that #Pakistan could default on its debt, which could lead to intensifying political turmoil amid already surging terrorism. Shahbaz Rana breaks down the situation: https://t.co/M3eWFPezIV
— U.S. Institute of Peace (@USIP) April 6, 2023થિંક ટેકએ કહ્યું કે એપ્રિલ 2023થી જુન 2026 વચ્ચે પાકિસ્તાને 77.5 અબજ ડોલરની લોન ચૂકવવાની છે. તેનાથી વિપરીત પાકિસ્તાનની કુલ અર્થવ્યવસ્થા 350 અબજ ડોલર જ છે. આ દરમિયાન પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક દારે તેમનો અમેરિકાનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. ઈશાક દાર તેમની અમેરિકાની યાત્રા દરમિયાન વિશ્વ બેંક અને આઈએમએફની બેઠકોમાં ભાગ લેવા તથા 1.1 અબજ ડોલરના રાહત પેકેજના સંબંધમાં અધિકારીઓ સાથે ચર્ચા કરવાના હતા.