હવે પાકિસ્તાનના લોકો પર રૂ.300 અબજનો 'ટેક્સ બોંબ' ઝિંકાશે, IMFએ પણ આપ્યો ઝટકો


  • Published By :
  • Published Date : 2023-01-26 15:50:51

પાકિસ્તાન આર્થિક નાદારીની સ્થિતીએ પહોંચી ગયું છે. પાકિસ્તાનના ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુએ લગભગ 300 બિલિયન રૂપિયાના નવા ટેક્સ ઉપાયોનો મુસદ્દો તૈયાર કર્યો છે. આ ઉપાયો પર કાનુન સંશોધન વટહુકમ 2023 હેઠળ લાગુ કરવામાં આવશે. સુત્રોને ટાંકીને બિઝનેશ રેકોર્ડરે બુધવારે જણાવ્યું કે વટહુકમ આગામી 7થી 10 દિવસોમાં રજુ કરવામાં આવશે. શરૂઆતમાં ટેક્સથી થનારી આવક 200 અબજ રૂપિયા હતી જેને હવે વધારીને 300 અબજ રૂપિયા કરી દેવામાં આવી છે. શાહબાઝ સરકારે જનતા પર ટેક્સનું ભારણ એવા સમયે નાખવામાં આવી રહ્યો છે., જ્યારે પ્રજા પહેલાથી જ કાળઝાળ મોંઘવારીના બોજ નીચે દટાયા છે.  


ટેક્સ ભારણ વધશે


સરકાર અનેક ચીજો પર ટેક્સ વધારવા અંગે વિચાર કરી રહી છે. આગામી સમયમાં પાકિસ્તાનના લોકોને પ્રોપર્ટી ખરીદવા- વેચવા, નિકાસ થનારી ચીજોના નિર્માણમાં વપરાતા કાચા માલની આયાત પર, સિગરેટ, કોલા પર અને બેંકિંગ ટ્રાન્ઝેક્સન પર વધારાનો ટેક્સ આપવો પડશે. પ્રસ્તાવો પર એફબીઆર અને નાણા મંત્રાલય વચ્ચે ચર્ચા ચાલી રહી છે. પરંતું હજુ સુધી તેને અંતિમ ઓપ આપવામાં આવ્યો નથી. 


IMFએ પાકિસ્તાનને આપ્યો ઝટકો


પાકિસ્તાનને આર્થિક કંગાળીના તોફાનમાંથી માત્ર IMFની લોન જ બહાર કાઢી શકે છે. પરંતું હવે IMFએ પણ હાથ ઉંચા કરી દીધા છે. લેટેસ્ટ સમાચાર એ છે કે IMFએ લોન રિવ્યુ માટે પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાથી ઈન્કાર કરી દીધો છે. વર્તમાન સમયમાં આ પાકિસ્તાન માટે સૌથી ખરાબ સમય છે. IMFએ પાકિસ્તાની નાણા મંત્રાલયને કહ્યું છે કે જ્યાં સુધી તેમનો દેશ સંસ્થાની શરતોને પુરો કરતો નથી ત્યાં સુધી રિવ્યુ ટીમ મોકલવામાં આવશે નહીં. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?