આર્થિક નાદારીનો સામનો કરી રહેલું પાકિસ્તાન હવે જીવનરક્ષક દવાઓની તંગીથી ત્રસ્ત બન્યું છે. પાકિસ્તાનની દવા ઉત્પાદક કંપનીઓએ ધમકી આપી છે કે તે દવાઓનું ઉત્પાદન બંધ કરી દે છે. આ કંપનીઓએ કહ્યું છે કે રૂપિયાના મૂલ્યમાં ઐતિહાસિક ઘટાડો આવ્યો છે, તેના કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો છે. તેમણે કહ્યું કે 7 દિવસથી વધારાનો સ્ટોક હવે તેમની પાસે નથી. હવે વધુ દવાઓનું ઉત્પાદન અશક્ય છે. પાકિસ્તાનની 10 મોટી દવા કંપનીઓએ સ્વાસ્થ્ય મંત્રાલયને ચેતવણી આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે પાકિસ્તાનના રૂપિયાનું મુલ્ય 67 ટકા જેટલું ઘટી ગયું છે.
દવાની કિંમત વધારવાની માગ
પાકિસ્તાનના દવા ઉત્પાદકોએ માંગ કરી છે કે સરકાર દવાઓના ભાવ વધારે નહીં તેમણે ઉત્પાદન બંધ કરવું પડશે. દવાઓનો ઉત્પાદન ખર્ચ વધતા કંપનીઓ દવાઓના ભાવ વધારાની માગ કરી રહી છે. દવા કંપનીઓનું કહેવું છે કે દવાઓના ઉત્પાદન માટે જરૂરી એપીઆઈની કિંમતો અને પેકેજિંગના સામાનના ભાવ વધતા વર્તમાન કિંમતે દવાઓનું વેચાણ કરવું શક્ય નથી.