વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની ક્રિકેટ ટીમના શરમજનક પ્રદર્શનના કારણે દેશભરમાં આકરી ટીકા થઈ રહી છે. ટીમના ખરાબ પ્રદર્શન બાદ ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે રાજીનામુ આપી દીધું છે. વર્લ્ડ કપ 2023માં સતત ચાર પરાજય બાદ પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. ટીમની સતત હારને કારણે પસંદગીકારોથી લઈને કેપ્ટન બાબર આઝમ સુધી તમામને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન બાબર આઝમની ખુરશી પણ ખતરામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ભારત સામેની હાર બની રાજીનામાનું કારણ
ઈન્ઝમામ ઉલ હકનો આ વખતનો કાર્યકાળ 3 મહિનાથી ઓછો રહ્યો છે. આ પહેલા તેઓ 3 વર્ષ સુધી આ પદ પર હતા. તેઓ 2016 થી 2019 સુધી આ પદ પર હતા. પરંતુ આ વખતે તેમણે ત્રણ મહિનાથી ઓછા સમયમાં પસંદગીકારનું પદ છોડી દીધું છે. ગત વખતે ઈન્ઝમામના કાર્યકાળમાં પાકિસ્તાની ટીમે કટ્ટર હરીફ ભારતને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ઈન્ઝમામ પહેલા હારૂન રશીદ પાસે આ પદ હતું. પરંતુ ઓગસ્ટમાં ઈન્ઝમામ ઉલ હકને આ ચાર્જ સોંપવામાં આવ્યો હતો. પરંતુ એશિયા કપ અને વર્લ્ડ કપમાં પાકિસ્તાનના શરમજનક પ્રદર્શન બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
PCBએ શું કહ્યું? Pakistan Cricket Board (PCB) has set up a five-member fact-finding committee to investigate allegations in respect of conflict of interest reported in the media pertaining to the team selection process.
The committee will submit its report and any recommendations to the PCB…
— PCB Media (@TheRealPCBMedia) October 30, 2023
Pakistan Cricket Board (PCB) has set up a five-member fact-finding committee to investigate allegations in respect of conflict of interest reported in the media pertaining to the team selection process.
The committee will submit its report and any recommendations to the PCB…
ઈન્ઝમામના રાજીનામાની વચ્ચે PCBનું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, 'પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ટીમની પસંદગી પ્રક્રિયા સંબંધિત મીડિયામાં સામે આવેલા હિતોના ટકરાવના આરોપોની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે. કમિટી તેનો રિપોર્ટ અને કોઈ પણ સૂચનો પીસીબી મેનેજમેન્ટને વહેલી તકે સુપરત કરશે.
બાબર આઝમની કેપ્ટનશીપ પર ઉઠ્યા સવાલો
વર્લ્ડકપ 2023માં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું છે. પાકિસ્તાન ટીમને તેની છ મેચમાં માત્ર બે જીત અને ચાર હારનો સામનો કરવો પડ્યો છે. જે પછી પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં ચાર પોઈન્ટ (-0.387) સાથે છઠ્ઠા સ્થાને છે. ટીમના કેપ્ટન બાબર આઝમની કેપ્ટનશીપ પર લોકો સતત સવાલો ઉઠાવી રહ્યા છે. આટલું જ નહીં, ઘણા પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો તેમના સ્થાને અન્ય કોઈ ખેલાડીને ટીમની કમાન સોંપવામાં આવે તેવું સૂચન કરી રહ્યા છે. પીસીબી પણ આ જ વલણ અપનાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.