પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, પેશાવરની મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં 20થી વધુના મોત, 90 લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-01-30 15:32:43

આજકાલ પાકિસ્તાનના ખરાબ દિવસો ચાલી રહ્યા છે, પાકિસ્તાન આર્થિક નાદારીના આરે આવીને ઉભું છે ત્યારે દેશમાંથી દરરોજ ખરાબ સમાચારો આવી રહ્યા છે. સોમવારે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા રાજ્યની રાજધાની પેશાવરના પોલીસ લાઈન વિસ્તારમાં જોરદાર બોંબ બ્લાસ્ટ થયો છે. આ વિસ્તારની એક મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે. મસ્જિદની અંદર ઘુસી આવેલા એક આતંકવાદીએ વિષ્ફોટ કરીને તેની જાતને ઉડાવી દીધી હતી, વિસ્ફોટમાં 20થી વધુના મોત, 90 લોકો ઘાયલ થયા છે.


90થી વધુ લોકો ઘાયલ


પેશાવરની મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલામાં લગભગ વિસ્ફોટમાં 20થી વધુના મોત અને 90 લોકો ઘાયલ થયા છે. આ વિષ્ફોટના કારણે મૃત્યુઆંક વધવવાની આશંકા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મસ્જિદની અંદર ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા, લોકોએ જીવ બચાવવા દોડાદોડી કરતા કેટલાક લોકો દટાયા હતા. આ વિષ્ફોટ બાદ સુરક્ષા દળો વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?