પાકિસ્તાનમાં ફરી અંધારપટ, વિજ પુરવઠો ખોરવાતા ટેક્સટાઈલ ઉદ્યોગને રૂ. 5.71 અબજનું નુકસાન


  • Published By :
  • Published Date : 2023-01-24 13:54:43

પાકિસ્તાનમાં સોમવારે એક જ દિવસમાં અંધારપટ છવાઈ ગયો હતો. છેલ્લા ત્રણ મહિનામાં આ બીજી વખત બન્યું જ્યારે નેશનલ ગ્રીડમાં ખામીનો શિકાર બની છે. રાજધાની ઈસ્લામાબાદથી લઈને કરાચી અને લાહોર સુધી વિજ સપ્લાય ખોરવાયો હતો. બિજળી બચાવવા માટે સરકારે દેશના તમામ માર્કેટને રાત્રે 8 વાગ્યાથી વીજ સપ્લાય બંધ કરવાના આદેશ આપ્યા હતા. આ બ્લેક આઉટના કારણે એક જ દિવસમાં 5.71 અબજ ડોલરનું નુકસાન થયું હતું. 


પાકિસ્તાનમાં ઉર્જા સંકટ શા માટે સર્જાયું?


પાકિસ્તાન હાલમાં ગંભીર ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. વાસ્તવમાં, દેશ આયાતી કુદરતી ગેસનો ઉપયોગ કરીને તેની વાર્ષિક વીજળીની માંગના ત્રીજા કરતાં વધુ ભાગને સંતોષે છે. યુક્રેન યુદ્ધ પછી તેની કિંમત આસમાને પહોંચી ગઈ છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પ્રોગ્રામ હેઠળ લોન મેળવવામાં તાજેતરના વિલંબને કારણે પાકિસ્તાન વિદેશમાંથી ઇંધણ ખરીદવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. પાકિસ્તાનની આયાતમાં ફ્યુઅલ શિપમેન્ટનો મોટો હિસ્સો છે અને વર્તમાન કરન્સી ભંડાર એક મહિનાના આયાત ભારણને જ ઉઠાવી શકવા સક્ષમ છે.


એક દિવસમાં રૂ. 5.71 અબજનું નુકસાન


ઓલ પાકિસ્તાન ટેક્સટાઇલ મિલ્સ એસોસિએશન (એપીટીએમએ) એ સોમવારે દેશના ટેક્સટાઇલ ઉદ્યોગને $70 મિલિયન (રૂ. 5.71 અબજ) નું નુકસાન નોંધાવ્યું હતું. APTMAના પ્રવક્તાએ કહ્યું હતું કે જો આ મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો નુકસાન અબજો ડોલરમાં જશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?